ભાવનગર/ વિશ્વ પ્રસિદ્ધ ગુરુ આશ્રમ બગદાણા ખાતે સંત શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથિની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ

ભાવનગર શહેર-જિલ્લામાં ગુરૂ ભક્તો દ્વારા પૂ. બાપાની સુંદર મઢુલીઓ બનાવવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ દ્વારા બટુક ભોજન પ્રસાદ વિતરણ સંતવાણી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે

Gujarat
Untitled 62 2 વિશ્વ પ્રસિદ્ધ ગુરુ આશ્રમ બગદાણા ખાતે સંત શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથિની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ

વિશ્વ પ્રસિદ્ધ ગુરુઆશ્રમ બગદાણા ખાતે સંત શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી. ભાવનગર શહેર-જિલ્લામાં પણ બજરંગદાસ બાપની 45 પુણ્યતિથિની ઉજવણી કરાય હતી. કોરોના મહામારીને લઇ શહેરમાં ઠેરઠેર મઢુલીઓ શણગારી, પ્રસાદીઓ વિતરણ કરી સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ.

ભાવનગર શહેર-જિલ્લામાં ધર્મ-ભક્તિ ભાવ સાથે આવતીકાલે બજરંગદાસ બાપની 45 પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી. જોકે બે વર્ષોથી ચાલતી કોરોનાની મહામારીને પગલે ઉત્સવોની ઉજવણીમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. ત્યારે ભાવનગર જિલ્લામાં આવેલા ખ્યાતનામ ગુરૂ આશ્રમોમાં તદ્દન સાદગીપૂર્ણ માહોલ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાત્રીના મહાઆરતી અને સીમિત ભક્તોની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું.

આ પણ વાંચો:ગુજરાત / કોરોનાનું સંક્રમણ વધતાં હવે અંબાજી મંદિરના દ્વાર 31 જાન્યુઆરી સુધી બંધ રખાશે

ભાવનગર શહેર જિલ્લામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિના અનોખા ભાવ સાથે બજરંગદાસ બાપની 45 પુણ્યતિથિ પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે છેલ્લા બે વર્ષથી વિશ્વવ્યાપી કોરોનાની મહામારીને પગલે ગત વર્ષે આ મહાપર્વની ઉજવણી થઈ શકી ન હતી. આ વર્ષે ત્રીજી લહેરની ધ્યાનમાં રાખીને બજરંગદાસ બાપની 45 પુણ્યતિથિની ઉજવણી તદ્દન સાદગીપૂર્ણ માહોલમાં કરાઈ. પૂ.બાપાના ભક્તો સમગ્ર કાર્યક્રમના ઓનલાઈન દર્શન કરી શકે એ માટે લાઈવ ટેલીકાસ્ટની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

ભાવનગર શહેર-જિલ્લામાં ગુરૂ ભક્તો દ્વારા પૂ. બાપાની સુંદર મઢુલીઓ બનાવવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ દ્વારા બટુક ભોજન પ્રસાદ વિતરણ સંતવાણી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. ગત વર્ષે કોરોના મહામારી ચરમસીમાએ હોય આથી બજરંગદાસ બાપની 45 પુણ્યતિથિની ઉજવણી સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી છે. તંત્રની ગાઈડલાઈન મુજબ બજરંગદાસ બાપની 45 પુણ્યતિથિની ઉજવણી દરમિયાન તમામ કાર્યક્રમો મોકૂફ રાખી અને સંપૂર્ણ નિયમો સાથે ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો:IN GUJRAT /  રાજકોટમાં સિટી બસ રસ્તા વચ્ચે સળગી ઉઠી જોકે બે મુસાફરોનો આબાદ બચાવ થયો