Viral Video/ દુલ્હને સ્વેગ સાથે કરી એન્ટ્રી, પાનેતર પહેરીને રોડ પર લઈને નીકળી બુલેટ – જુઓ વીડિયો

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દુલ્હન સંપૂર્ણપણે મેકઅપ અને લહેંગામાં સજ્જ છે. તે પોતાના લગ્નના વેન્યુમાં કાર કે અન્ય કોઈ વાહનમાં નહીં પરંતુ બુલેટ પર એન્ટ્રી કરવા જઈ રહી છે.

Videos
સ્વેગ

અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર દુલ્હા-દુલ્હનના ઘણા આશ્ચર્યજનક અને ફની વીડિયો જોવા મળી રહ્યા છે. આજકાલ એક ટ્રેન્ડ બની ગયો છે કે લોકો તેમના લગ્નને ખાસ બનાવવા માટે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરે છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જરા જુઓ. આ વીડિયો એક દુલ્હનનો છે, જેમાં તે પોતાના લગ્નમાં સ્વેગ સાથે જતી જોવા મળી રહી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે દુલ્હન પોતે રસ્તા પર બુલેટ લઈને પોતાના લગ્નમાં જઈ રહી છે. આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :લાઈવ રિપોર્ટિંગ કરી રહેલી મહિલા પત્રકારને કારે મારી જોરદાર ટક્કર, પછી થયું આવું…

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દુલ્હન સંપૂર્ણપણે મેકઅપ અને લહેંગામાં સજ્જ છે. તે પોતાના લગ્નના વેન્યુમાં કાર કે અન્ય કોઈ વાહનમાં નહીં પરંતુ બુલેટ પર એન્ટ્રી કરવા જઈ રહી છે. તે ખૂબ જ સ્વેગથી ભરેલી બુલેટ સાથે રસ્તા પર જઈ રહી છે, અને રસ્તામાં ઉભેલા બધા લોકો ફક્ત દુલ્હનને જોતા જ રહ્યા. વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક પંજાબી ગીત પણ વાગી રહ્યું છે, જે દુલ્હનની આ ખાસ અંદાજ સાથે એકદમ ફિટ બેસે છે.

https://www.instagram.com/reel/CY8JK35oUrp/?utm_source=ig_web_copy_link

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. લોકો વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોને અત્યાર સુધીમાં 18 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. તેને અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ વીડિયો પર ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘જો લહેંગા વ્હીલમાં ફસાઈ જશે તો બધો સ્વેગ મેડમમાંથી નીકળી જશે’. બીજાએ લખ્યું, એવું લાગે છે કે મેડમના લવ મેરેજ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : દુલ્હો હાથકડી લઈને પહોંચ્યો દુલ્હનની સામે, પછી જે થયું તે જોઈને તમે પણ લાગશો હસવા

આ પણ વાંચો : એકબીજાને જોઈને દુલ્હા-દુલ્હન સ્ટેજ પર જ લાગ્યા રડવા, આ ઈમોશનલ વીડિયો થઈ રહ્યો છે વાયરલ

આ પણ વાંચો :યુવકે સ્ટ્રીટ ડોગ્સ સાથે ઉજવ્યો પોતાનો જન્મદિવસ, લોકોએ કહ્યું- દિલ જીતી લીધું તમે…

આ પણ વાંચો :દુલ્હાએ આ રીતે સાસુ પર વરસાવ્યો પ્રેમ, પછી જીતી લીધું દુલ્હનનું દિલ – જુઓ વીડિયો