Not Set/ રાણીપુરા ગામે પ્રેમ પ્રકરણમાં વચ્ચે પાડનાર યુવકને જીવ ગુમાવવાનો આવ્યો વારો

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે પ્રેમિકાને મળવા ગયેલ યુવકને યુવતીના ભાઇઓ માર મારતા હોઇ, તેને છોડાવવા વચ્ચે પડેલ અન્ય યુવકને મુઢ માર મારી ગળુ દબાવી તેની હત્યા કરી દેવામાં આવી છે.

Top Stories Gujarat Others
Untitled 35 22 રાણીપુરા ગામે પ્રેમ પ્રકરણમાં વચ્ચે પાડનાર યુવકને જીવ ગુમાવવાનો આવ્યો વારો

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે પ્રેમિકાને મળવા ગયેલ યુવકને યુવતીના ભાઇઓ માર મારતા હોઇ, તેને છોડાવવા વચ્ચે પડેલ અન્ય યુવકને મુઢ માર મારી ગળુ દબાવી તેની હત્યા કરી દેવામાં આવી છે. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ સ્વપ્નિલ પ્રવિણભાઇ વસાવા રહે.વખતપુરા તા.ઝઘડીયાનાને રાણીપુરા ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ છે. આ યુવક ગતરોજ રાણીપુરા ગામે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. ત્યારબાદ સ્વપ્નિલ રાતના અઢી વાગ્યાના અરસામાં તેની પ્રેમિકાને મળવા તેના ઘરના પાછળના વાડામાં ગયો હતો.

તે સમયે સ્વપ્નિલ વસાવાનો મિત્ર વિપુલ રહે.રાણીપુરા નજીકમાં રોડ ઉપર ઉભો રહેલ હતો. યુવતીને મળવા આવેલ તેના પ્રેમીને યુવતીના ભાઇઓ જોઇ જતા તેઓ ઝઘડો કરીને સ્વપ્નિલને લાકડીના સપાટા મારવા લાગ્યા હતા. આ જોઇને વિપુલ વસાવા છોડાવવા વચ્ચે પડ્યો હતો.

તે દરમિયાન હિતેશ બાબુભાઇ વસાવા અને વિપુલ બુધિયાભાઇ વસાવાએ છોડાવવા વચ્ચે પડનાર વિપુલ રતિલાલ વસાવાને ઢિકાપાટુનો તેમજ મુઢ માર મારીને તેનું ગળુ દબાવીને જમીન પર પાડી દીધો હતો. ઘટનાની જાણ વિપુલના પિતા રતિલાલ વસાવાને થતાં તેઓ તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ વિપુલને ઝઘડીયા સેવારુરલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે વિપુલને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટના બાબતે મૃતકના પિતા રતિલાલ રમણભાઈ વસાવા રહે.ગામ રાણીપુરા તા.ઝઘડીયાનાએ હિતેશ બાબુભાઇ વસાવા રહે.રાણીપુરા તા.ઝઘડીયા અને વિપુલ બુધિયાભાઇ વસાવા મુળ રહે.બામલ્લા તા.ઝઘડીયા હાલ રહે.રાણીપુરાના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. પોલીસે ઘટના બાદ ગણતરીના કલાકોમાં આ બન્ને ઇસમોને ઝડપી લીધા હતા.

ગુજરાત/  ચૂંટણી પહેલા કોંગ્રેસે સોશિયલ મીડિયા ટીમમાં કર્યો મોટો ફેરફાર, શું પરિણામ બદલી શકશે ? 

પાકિસ્તાન/  ‘ઈસ્લામમાં હરામ ન હોત તો આત્મઘાતી હુમલામાં તમામ સાંસદોને મારી નાખત’ ; ઈમરાનના સાંસદે વિપક્ષને આપી ધમકી

અમરનાથ યાત્રા/ બે વર્ષના વિરામ બાદ, અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થશે

રાજકીય/ સત્તાનો સંઘર્ષ : પ્રશાંત કિશોર અને કોંગ્રેસ નેતૃત્વ વચ્ચેની બેઠકો, જાણો શું છે ટાર્ગેટ