વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકન પ્રવાસના બીજા દિવસે વ્હાઇટ હાઉસ પહોંચ્યા. અહીં તેમનું રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને તેમની પત્ની જીલ બિડેને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. સ્વાગત ભાષણ પછી, રાષ્ટ્રપતિ બિડેન અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પછી સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.પીએમ મોદીએ કહ્યું હતું કે આંતકવાદની લડાઇ સામે અમેરિકા અમારી સાથે છે.
We are doubling down on our cooperation to secure our semiconductor supply chains, and growing our major defence partnership with more joint exercises, more cooperation between our defence industries, and more consultation and coordination across all domains: US President Joe… pic.twitter.com/UJHhZWLf4Q
— ANI (@ANI) June 22, 2023
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં યુએસ પ્રમુખ જો બિડેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જણાવ્યું હતું કે અમે સાથે મળીને અમર્યાદિત સંભાવનાઓ સાથેના સહિયારા ભવિષ્યના દરવાજા ખોલી રહ્યા છીએ. સ્વચ્છ ઉર્જા સંક્રમણને વેગ આપવા માટે અવકાશ ઉડાન પર સહકાર અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને કૃત્રિમ બુદ્ધિ પર સહકારની જરૂર છે. બોઈંગ એરક્રાફ્ટ ખરીદવા માટે એર ઈન્ડિયાના કરારથી અમેરિકામાં 10 લાખ નોકરીઓને મદદ મળશે