ગાંધીનગર,
યાત્રાધામમાં ભ્રષ્ટાચારના મામલે થોડાક દિવસ પહેલા મંતવ્ય ન્યુઝે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, ત્યારે આ મામલે અધિક સચિવ અનીલ પટેલને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.
અનિલ પટેલની કિશોર નથવાણી સાથે ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. અધિક સચિવ અનિલ પટેલને સસ્પેન્ડ કર્યા છે, અનિલ યાત્રાધામ બોર્ડના સચિવ રહી ચૂક્યા છે. સમગ્ર કેસની તપાસ વિજિલન્સ કમિશ્નર કરશે.
ગત રોજ યાત્રાધામ વિકાસ બોર્ડના મંત્રી દિલીપ ઠાકોરનું નિવેદન સામે આવ્યું હતું. જેમા તેમણે જણાવ્યું કે જે ઓડિયો વાઇરલ થયો છે. તેની તપાસ કરાવીશું અને 125 કોરડના કામ આપ્યાની વાત પણ ખોટી છે. 72 કરોડના કામ આપ્યા હતા અને તેમાંથી પણ 52 કરોડના કામો જ સરકારે મંજૂક કર્યા છે.

