જામનગર સહિત રાજ્યમાં નવરાત્રિનો રંગેચંગે પ્રારંભ થયો છે,ત્યારે જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં પટેલ યુવક ગરબી મંડળના યુવાનો દ્વારા આગના અંગારા પર ખુલ્લા પગે મશાલ રાસ રમી એક અનોખું આકર્ષણ જગાવવામાં આવી રહ્યું છે.પટેલ યુવક ગરબી મંડળ દ્વારા છેલ્લા 6 દાયકાની પ્રાચીન નવરાત્રિની પરંપરા જાળવી રાખવામાં હજુ પણ અકબંધ છે.
કોરોના કાળમાં સતત બે વર્ષ નવરાત્રિના તહેવારોની ઉજવણી બંધ રહ્યા બાદ હવે જ્યારે રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે જામનગર સહિત દેશ વિદેશમાં નવરાત્રિની ગુજરાતીઓ દ્વારા ખૂબ જ આસ્થાભેર અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે.જ્યારે હાલ અર્વાચીન દાંડિયાના વધતા જતા યુગમાં પણ જામનગરમાં અનેક ગરબી મંડળો છે કે, જે પોતાની પ્રાચીનતા જાળવી રાખવામાં હજુ પણ અકબંધ છે,એવું જ એક ગરબી મંડળ જામનગરમાં છેલ્લા 6 દાયકાથી પ્રાચીન નવરાત્રિનું આયોજન કરતા પટેલ યુવક ગરબી મંડળમાં માત્ર યુવકો જ માતાજીની આરાધના કરે છે. પટેલ યુવક મંડળ દ્વારા નવરાત્રિ નિમિત્તે રજૂ કરવામાં આવતા અવનવા રાસ જામનગરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
શું છે ગરબીની વિશેષતા?
આ ગરબીની વિશેષતા એ છે કે આ ગરબીમાં પ્રાચીન નવરાત્રીનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે, જેમાં તમામ રાસ પ્રાચીન અને કોઈપણ જાતના ડીજે કે ઢોલ ધમાકા નહીં. માતાજીના ગીત ગાઈ અને પ્રાચીન વાંજીત્રો સાથે રાસ રમવામાં આવે છે. જ્યારે પ્રાચીન નવરાત્રીના આયોજનને સફળ બનાવવા માટે પટેલ સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકર્તાઓ ખૂબ જહેમત ઉઠાવે છે. વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેડિયું અને ચોયણીના વસ્ત્રો પરિધાન કરીને આ ગરબી મંડળના ખેલૈયાઓને નિહાળવા રાત્રે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે.
ગરબીનું ખાસ વિશેષ આકર્ષણ..
પટેલ યુવક ગરબી મંડળમાં યુવાનો દ્વારા કણબી રાસ, દાતરડા રાસ, ગુલાટ રાસ, તલવાર રાસ અને ખાસ વિશેષ આકર્ષણનું કેન્દ્ર એવા મશાલ રાસ સહિતના અવનવા પ્રાચીન રાસ રજૂ કરવામાં આવે છે.ખાસ કરીને તલવાર રાસમાં અઢી કિલોથી પણ વધુ વજનની તલવાર લઈને સતત 15 મિનિટ સુધી યુવાનો દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે, હાથમાં ખુલ્લી તલવાર સાથે શકિત અને શૌર્યના પ્રતીક સાથે ગરબે ઘૂમતા ખૈલૈયાઓ સૌનું મન મોહી લેતા હોય છે. ‘શિવાજીના હાલરડાં’ અને ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ના ગીતો સાથે યુવાનો જોમથી તલવાર રાસ રજૂ કરતાં હોય છે.તો મશાલ રાસ પટેલ યુવક ગરબી મંડળનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેલ છે.
આ પણ વાંચો:ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું,એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પાર્ટીની સ્થિતિ
આ પણ વાંચો:ઈદે-મિલાદ આ દિવસે ઉજવવામાં આવશે,ચાંદ કમિટીએ કરી જાહેરાત
આ પણ વાંચો:જામનગરમાં ખેલૈયાઓ અંગારા પર રમ્યા ગરબા, જોવા લોકોની ભારે ભીડ જામી