Political/ ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું,એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પાર્ટીની સ્થિતિ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ પર વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારી કરી રહી છે

Top Stories Gujarat

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ પર વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારી કરી રહી છે. ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે,પક્ષ પલટાની રાજનીતિએ વેગ પકડ્યો છે. અનેક નેતાઓની નારાજગી સામે આવી રહી છે અને પક્ષપલટાનો દોર શરૂ થઈ ચૂક્યો છે આ સાથે કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ દિવસે ને દિવસે રાજીનામાં આપી રહ્યા છે. ત્યારે મહિસાગર જિલ્લામાં કોંગ્રેસમાં સતત મુશ્કેલી વધી રહી છે. મહિસાગરમાં જિલ્લા કોંગ્રેસ મહામંત્રી બાદ હવે જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણ એ આપ્યું રાજીનામુ ધરી દીધું છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો જામી રહ્યો છે. કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યું છે. કોંગ્રેસનો ગઢ ગણાતી બાલાસિનોર વિધાનસભામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મહીસાગર જિલ્લા ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણએ કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું છે. આ અગાઉ મહીસાગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રાજીનામું આપી આગામી સમયમાં પોતાના કાર્યકર્તા સાથે આમ આદમી પાર્ટીમાં જોડાય શકે છે.