UP Election/ SP મહાસચિવે અખિલેશની સામે મંચ પર જિલ્લા અધ્યક્ષને થપ્પડ મારવાનો કર્યો પ્રયત્ન

ઉત્તર પ્રદેશ ચૂંટણીનાં ઘમાસણ વચ્ચે રોડ શો અને જાહેરસભા દરમિયાન અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ક્યારેક કોઈ નેતાનાં વાહિયાત નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તો ક્યારેક કોઈ નેતા રડતા જોવા મળે છે.

Top Stories India
11 63 SP મહાસચિવે અખિલેશની સામે મંચ પર જિલ્લા અધ્યક્ષને થપ્પડ મારવાનો કર્યો પ્રયત્ન

ઉત્તર પ્રદેશ ચૂંટણીનાં ઘમાસણ વચ્ચે રોડ શો અને જાહેરસભા દરમિયાન અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ક્યારેક કોઈ નેતાનાં વાહિયાત નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તો ક્યારેક કોઈ નેતા રડતા જોવા મળે છે. રવિવારે સામે આવેલા વીડિયોમાં ન તો કોઈ રડતું જોવા મળ્યું હતું કે ન તો કોઈનું ખોટું નિવેદન હતું.

આ પણ વાંચો – રાજકોટ પોલીસ કમિશનર પર આરોપ / નાણા વસૂલી કેસની તપાસ ટ્રેનિંગ DGP વિકાસ સહાયને સોંપાઇ,જાણો વિગત

જી હા, વીડિયોમાં સપા નેતા પોતાના જ જિલ્લા અધ્યક્ષને થપ્પડ મારવાનો પ્રયત્નવ કરતા જોવા મળ્યા હતા. તે પણ જ્યારે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પણ મંચ પર હાજર હતા. આ તમામ ઘટના અખિલેશ યાદવની સામે બની હતી. જોકે, બાદમાં અખિલેશ યાદવે કોઈક રીતે મામલો ઢાંકી દીધો હતો. આ પછી અખિલેશ સહિત તમામ નેતાઓ હસતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બાહ વિધાનસભામાં સપાનાં ઉમેદવાર મધુસૂદન શર્માનાં સમર્થનમાં સભાને સંબોધવા માટે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ રવિવારે આગ્રા પહોંચ્યા હતા. સ્ટેજ શણગારવામાં આવ્યું હતું. અખિલેશ ઉપરાંત સપાનાં ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આગ્રા જિલ્લા અધ્યક્ષ જીતેન્દ્ર વર્મા પણ તેમની બાજુમાં બેઠા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સપાનાં જિલ્લા અધ્યક્ષ ઘણા સમયથી અખિલેશ સાથે વાત કરી રહ્યા હતા. રાષ્ટ્રીય મહામંત્રી અને પૂર્વ સાંસદ રામજીલાલ સુમન મંચને સંબોધી રહ્યા હતા.

આ પણ વાંચો – Statue of Equality / કોઈ સંતની આટલી ઉંચી પ્રતિમા આજ સુધી બની નથી, 5 ફેબ્રુઆરીએ PM મોદી કરશે અનાવરણ

પૂર્વ સાંસદ સપા અને અખિલેશનાં કામો વિશે વાત કરવામાં વ્યસ્ત હતા. પૂર્વ સાંસદે પાછળ ફરીને જોયું તો સપાનાં જિલ્લા અધ્યક્ષ અખિલેશ સાથે વાત કરી રહ્યા હતા. આ જોઈને પૂર્વ સાંસદનો પારો વધી ગયો અને જિલ્લા અધ્યક્ષ જીતેન્દ્ર વર્મા પાસે જઈને તેમને થપ્પડ બતાવીને ગાળો બોલવા લાગ્યા. આના પર અખિલેશ યાદવે તેમને શાંત કર્યા અને માઈક પર પાછા મોકલી દીધા. આ જોઈને જિલ્લા પ્રમુખ સહિત મંચ પર હાજર તમામ નેતાઓ હસવા લાગ્યા હતા. વળી કોઈએ આ પ્રસંગનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો.