israel hamas war/ એર ઈન્ડિયાએ આ તારીખ સુધી ઇઝરાયલની ફ્લાઇટ રદ કરી!

ઈઝરાયલની સેના એક પછી એક હમાસના આતંકવાદીઓને ખતમ કરી રહી છે. આ ઉપરાંત આતંકીઓના ઠેકાણાઓ પર પણ બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે.

Top Stories India
YouTube Thumbnail 2023 10 14T223645.345 એર ઈન્ડિયાએ આ તારીખ સુધી ઇઝરાયલની ફ્લાઇટ રદ કરી!

હમાસ વિરૂદ્ધ ઈઝરાયલનું યુદ્ધ ચાલુ છે. ઈઝરાયલની સેના એક પછી એક હમાસના આતંકવાદીઓને ખતમ કરી રહી છે. આ ઉપરાંત આતંકીઓના ઠેકાણાઓ પર પણ બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન એર ઈન્ડિયાએ મહત્વનો નિર્ણય લીધો છે. ભારતીય ઉડ્ડયન કંપની એર ઈન્ડિયાએ 18 ઓક્ટોબર સુધી તેલ અવીવની તમામ ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા, એરલાઈને કહ્યું કે કંપની કેરિયરની જરૂરિયાતોને આધારે ભારતીય નાગરિકોને ભારત પરત લાવવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટ્સનું સંચાલન કરશે.

તેલ અવીવની તમામ ફ્લાઇટ્સ રદ

અગાઉ એર ઈન્ડિયાએ 14 ઓક્ટોબર સુધી તેલ અવીવની ફ્લાઈટ રદ કરી હતી. એર ઈન્ડિયા નવી દિલ્હી અને તેલ અવીવ વચ્ચે દરરોજ 5 ફ્લાઈટ ચલાવે છે. સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારના રોજ નવી દિલ્હી અને તેલ અવીવ વચ્ચે ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવે છે. જો કે, હમાસ સામે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સરકાર દ્વારા ઓપરેશન અજય શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ઈઝરાયલમાંથી ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઓપરેશન અજય હેઠળ એરલાઈન્સ દ્વારા બે ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી છે.

ભારતીયોને ભારતમાં લાવવામાં આવી રહ્યા છે

ભારતના ઓપરેશન અજય અંતર્ગત અત્યાર સુધીમાં 400થી વધુ ભારતીયોને ભારત પરત લાવવામાં આવ્યા છે. શુક્રવારે 235 ભારતીયોને વિશેષ ફ્લાઇટ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા. બીજી ફ્લાઇટમાં 212 ભારતીયોને વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન વિદેશ રાજ્ય મંત્રી રાજકુમાર રંજન સિંહે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. ઈઝરાયલ હમાસ પર સતત હુમલા કરી રહ્યું છે. આ દરમિયાન લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ પણ ઈઝરાયલની સેના પર હુમલા શરૂ કરી દીધા છે. આવી સ્થિતિમાં ભારતીયોને ભારત પરત લાવવાના પ્રયાસો તેજ થયા છે.


whatsapp ad White Font big size 2 4 એર ઈન્ડિયાએ આ તારીખ સુધી ઇઝરાયલની ફ્લાઇટ રદ કરી!


આ પણ વાંચો: World Cup/ વર્લ્ડકપમાં 8મી વાર પાકિસ્તાનને ધૂળ ચટાડીને ટોપ પર પહોંચી ભારતીય ટીમ!

આ પણ વાંચો: Ioc Session/ પીએમ મોદીએ પાકિસ્તાન સામેની જીત બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા

આ પણ વાંચો: World Cup 2023 LIVE/ બાપ બાપ હોતા હૈ….. ટીમ ઇન્ડિયાનો સાત વિકેટે ભવ્ય વિજય