Cyber Crime/ વધુ પૈસા કમાવવાની લાલચમાં ડીસાના બે તબીબોએ લાખો રૂપિયા ગુમાવ્યા

બનાસકાંઠાના ડીસામાં બે તબીબો સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ડો. હિરેન બારોટ અને ડો. બિમલ બારોટે વધુ પૈસા કમાવવા ઓનલાઈન કંપનીમાં કરોડો રૂપિયાનો નફો મળતો હોવાની લાલચમાં નાણાંનું…..

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 21T131051.790 વધુ પૈસા કમાવવાની લાલચમાં ડીસાના બે તબીબોએ લાખો રૂપિયા ગુમાવ્યા

Banaskantha News: બનાસકાંઠાના ડીસા (Deesa)માં બે તબીબો સાયબર ક્રાઈમ (Cyber Crime)નો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ડો. હિરેન બારોટ અને ડો. બિમલ બારોટે વધુ પૈસા કમાવવા ઓનલાઈન કંપનીમાં કરોડો રૂપિયાનો નફો મળતો હોવાની લાલચમાં નાણાંનું રોકાણ કર્યું હતું. લાખો રૂપિયાનું રોકાણ કર્યા બાદ નફા સાથે નાણાં ન ઉપડતા છેતરપિંડી થઈ હોવાનું માલૂમ થતાં બંને તબીબોએ પાલનપુર સાયબર ક્રાઈમ ખાતે ફરિયાદ કરી છે. આ મામલે સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહેનત વિના નાણાં કમાવવાની લાલચ માણસને પાયમાલ કરી નાંખે છે. રોજબરોજ ઠગાઈના કિસ્સા સામે આવતા હોવા છતાં લોભ, લાલચથી માણસ વિમુખ થઈ શક્યો નથી. બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આવી જ એક ઘટના બની છે. ડીસા ખાતે રહેતા બે તબીબો ડો. હિરેન બારોટ અને ડો. બિમલ બારોટે વધારે પૈસા કમાવવાની લાલચમાં લાખો રૂપિયા ગુમાવ્યા છે. ડો. હિરેન બારોટે રૂપિયા 42 લાખ અને ડો. બિમલ બારોટે રૂપિયા 8 લાખ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. બંને તબીબો સાયબર ક્રાઈમનો શિકાર થયા હોવાનું ખુલ્યું છે.

મળતી માહિતી મુજબ, એક તબીબે ઓનલાઈન કંપની નાણાનું રોકાણ કરતાં કરોડોનો નફો રળી શકાય છે તેવી લાલચમાં આવી લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ જોઈ બીજા તબીબે પણ તેમાં ઝંપલાવ્યું હતું. આ તબીબોએ વોટ્સએપ ગ્રુપ મારફતે ઓનલાઈન કંપનીના સંપર્કમાં આવ્યા હતા. સમય જતાં મૂડી સાથે નફો ન ઉપડતાં બંને તબીબોને ઠગાઈ ગયા હોવાનું જણાતાં પાલનપુર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ડો. હિરેન બારોટે રૂપિયા 42 લાખ અને ડો. બિમલ બારોટે રૂપિયા 8 લાખ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. પાલનપુર સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…

આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો:રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી