Not Set/ હોટલના રસોડામાં પ્રવેશ પર ગ્રાહકોનો હવેથી અધિકાર, પ્રવેશ નિયંત્રણના બોર્ડ હટાવવા આદેશ

આરોગ્યપ્રદ ખોરાક અને સ્વચ્છતા માટે ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજય સરકારે ગ્રાહકોને સ્વચ્છ વાતાવરણ સાથે આરોગ્યપ્રદ ખોરાક અપાવવા હોટલ-રેસ્ટોરન્ટને લગતો અગત્યનો પરિપત્ર બહાર પડ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. હેમંત કોશિયાની સૂચનાથી આજે થયેલા પરિપત્ર મુજબ ગ્રાહકને ધંધાદારી સંસ્થાના રસોડામાં પ્રવેશતા અટકાવી શકાશે નહિ. પરિપત્રમાં જણાવાયું છે કે […]

Gujarat Others
no entry હોટલના રસોડામાં પ્રવેશ પર ગ્રાહકોનો હવેથી અધિકાર, પ્રવેશ નિયંત્રણના બોર્ડ હટાવવા આદેશ

આરોગ્યપ્રદ ખોરાક અને સ્વચ્છતા માટે ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજય સરકારે ગ્રાહકોને સ્વચ્છ વાતાવરણ સાથે આરોગ્યપ્રદ ખોરાક અપાવવા હોટલ-રેસ્ટોરન્ટને લગતો અગત્યનો પરિપત્ર બહાર પડ્યો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. હેમંત કોશિયાની સૂચનાથી આજે થયેલા પરિપત્ર મુજબ ગ્રાહકને ધંધાદારી સંસ્થાના રસોડામાં પ્રવેશતા અટકાવી શકાશે નહિ. પરિપત્રમાં જણાવાયું છે કે તંત્રના તાબા હેઠળના તમામ ડેઝીગ્નેટેડ ઓફિસરોને જણાવવાનું કે, તેઓના એરીયામાં આવેલ હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન વગેરેની તાત્કાલીક તપાસ કરવી અને જે જગ્યાએ રસોડાની બહાર ‘નો એડમિશન વીધાઉટ પરમીશન  અથવા એડમિશન ઓન્લી વીથ પરમીશન’ જેવા બોર્ડ લગાવેલ હોય તે તાત્કાલીક હટાવી લેવડાવવા તેમજ રસોડુ સ્વચ્છ રહે તેમ રાખવું અને ગ્રાહકો રસોડાની અંદરનો ભાગ જોઇ શકે તે રીતે કાચની બારી અથવા દરવાજો મૂકાવવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.