Election/ કોર્પોરેશનમાં ભાજપની સંપૂર્ણ બહુમતી, આંગળીના ટેરવે ગણાય એટલી સીટો કોંગેસના ફાળે

અમદાવાદની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજનીતિ માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીના એક મહિના પહેલા જ ગુજરાતમાં પ્રવેશ મેળવનારી પાર્ટી AIMIM એ અમદાવાદના કોંગેસના બે ગઢમાં ગાબડા પાડી દીધા છે. જમાલપુર અને મક્તમપુરા વિસ્તારમાં AIMIM પાર્ટીએ 7 સીટો મેળવીને અમદાવાદમાં પગ પેસારો કરી દીધો છે. બીજી તરફ કૉંગેસના ભાગે માત્ર […]

Ahmedabad Gujarat Gujarat Assembly Election 2022
PICTURE 4 144 કોર્પોરેશનમાં ભાજપની સંપૂર્ણ બહુમતી, આંગળીના ટેરવે ગણાય એટલી સીટો કોંગેસના ફાળે

અમદાવાદની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજનીતિ માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીના એક મહિના પહેલા જ ગુજરાતમાં પ્રવેશ મેળવનારી પાર્ટી AIMIM એ અમદાવાદના કોંગેસના બે ગઢમાં ગાબડા પાડી દીધા છે. જમાલપુર અને મક્તમપુરા વિસ્તારમાં AIMIM પાર્ટીએ 7 સીટો મેળવીને અમદાવાદમાં પગ પેસારો કરી દીધો છે.

બીજી તરફ કૉંગેસના ભાગે માત્ર 25 જ સીટો આવતા કૉંગેસની શર્મનાક હાર સામને આવી છે.મતદારોએ ભાજપને ધડાધડ વોટ આપીને સમગ્ર અમદાવાદની કમાન ભાજપના સુકાનીઓને સોંપી દીધી છે.એટલુંજ નહિ જમાલપુર ખાડીયાના કોંગેસના ધારાસભ્ય ઇમરાન ભાઈ ખેડાવાળાએ પોતાનો મત વિસ્તાર બચાવવા માટે નિષ્ફળ સાબિત થયા છે. કોંગેસના ગઢ જમાલપુરમાં ગાબડું પાડીને AIMIMએ 4 સીટો પોતાના નામે કરી લીધી છે. દરિયાપુરમાં ગ્યાસુદીન શેખે કૉંગેસની નાક બચાવવા માટે કરેલી તેમની મહેનતએ રંગ લાવી છે, દરિયાપુરમાં કૉંગેસની પેનલએ વિજયતા પ્રાપ્ત કરી છે.

મક્તમપુરામાં કદાવર નેતાની છાપ ધરાવતા કોંગેસી ઉમેદવાર સમીર ખાન પઠાણની હાર થઇ જતા તેમના ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. એટલું જ નહિ મક્તમપુરાને પણ કૉંગેસનો ગઢ માનવામાં આવતો હતો આ સીટ ઉપર કોઈ પણ ઉમેદવાર કૉંગેસથી ઉભો રહે તો તે જીતીને આવતો હતો. પરંતુ, આ વખતની ચૂંટણીમાં મતદારોએ પોતાનો મિજાજ બદલીને કૉંગેસની જગ્યાએ AIMIMને ચૂંટાવીને લાવ્યા છે.મતદારોના મિજાજ પરથી સ્પષ્ટ ચિત્ર ઉભું થઇ રહ્યું છે કે હવે મક્તમપુરાના લોકો પણ કૉંગેસથી ખુબજ કંટાળી ગયા છે.

બહેરામપુરામાં કોંગેસી ઉમેદવારોનો પ્રચાર સફળ નીવડયો છે કારણકે બહેરામપુરામાં કોંગેસે જીતાડીને દેખાડી દીધું છે કે વર્ષોથી બહેરામપુરા તેમનું ગઢ માનવામાં આવતું હતું અને તે હજી પણ તેમના નામે જ બોલાય રહ્યું છે. લોકોમાં ચર્ચા છે કે કોંગેસે ટિકિટ વહેંચણી કરવામાં મોટી ભૂલ કરી છે અને કૉંગેસની આ ભૂલને કારણે જ પરિણામો ખુબજ નિરાશાજનક આવ્યા છે.

આ વખતની ચૂંટણીમાં મહત્વની બીજી વાત એ પણ જોવા મળી કે AIMIM પાર્ટીએ આદિવાસી, દલિત અને મુસ્લિમોના નામે જ પ્રચાર કર્યું હતું. અને અમદાવાદમાંથી 21 સીટો ઉપર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. જોકે, AIMIMની 7 સીટો જે વિસ્તારોમાં આવી છે તે બધા લઘુમતી વિસ્તાર જ છે. જયારે દલિત વિસ્તારમાં AIMIMએ પોતાનો દબદબો જમાવવામાં નિષ્ફળ ગઈ છે.

વધતી મોંઘવારી અને વધતા પેટ્રોલના ભાવના વચ્ચે પણ અમદાવાદીઓએ ભાજપને ફરી એક વાર જંગી બહુમતીની સાથે જીતાડી લાવીને સાબિત કરી દીધું છે કે અમદાવાદમાં ભાજપનું જ પ્રશાશન યથાવત રહે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ભાજપની બહુમતીથી મળેલી જીતને લઈને પોતાની ખુશી વ્યક્ત કરી છે. એટલું જ નહિ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલએ પણ પાર્ટીના સારા પરિણામોથી ખુબજ ખુશ થયા છે તેમણે પાર્ટીના તમામ કાર્યકરોને શુભેછા પણ પાઠવી છે.