Not Set/ રાજકોટઃ સીએમના ઘરનો ઘેરાવો કરવા પહોચેલી આંગણવાડી બહેનોની અટકાયત

રાજકોટઃ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોની હડતાળનો આજે બીજો દિવસ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરનો રાજકોટ ખાતે ઘેરાવો કવરા પહોચી હતી. આ દરમિયાન આશા વર્કરો અને આગણવાડી બહેનોની અટકાયત કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં આગણવાડીની પહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે ત્યારે નવસારીમાં પણ ધારાસભ્યને આવેદન પત્ર આપવા માટે સમયની માંગ કરી હતી. ધારાસભ્ય […]

Gujarat
6 1487394233 રાજકોટઃ સીએમના ઘરનો ઘેરાવો કરવા પહોચેલી આંગણવાડી બહેનોની અટકાયત

રાજકોટઃ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોની હડતાળનો આજે બીજો દિવસ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરનો રાજકોટ ખાતે ઘેરાવો કવરા પહોચી હતી. આ દરમિયાન આશા વર્કરો અને આગણવાડી બહેનોની અટકાયત કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં આગણવાડીની પહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે ત્યારે નવસારીમાં પણ ધારાસભ્યને આવેદન પત્ર આપવા માટે સમયની માંગ કરી હતી. ધારાસભ્ય પિયુષ દેસાઇએ બપોર ત્રણ વાગ્યાનો સમય આપ્યો છે. હાલ બહેનો દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

આજે બહેનોએ મહાપાલિકાની કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજયા છે. તો સાથો સાથ ઉગ્ર સુત્રોચ્ચાર પણ કર્યા હતાં. તો આવતીકાલે મુખ્યપ્રધાનના ઘર પાસે આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા.. પગારવધારાની માંગને લઈ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો દ્વારા હડતાળ કરવામાં આવી છે. ગઈકાલે રાજકોટમાં આંગણવાડી તેમજ આશા વર્કર બહેનો દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણ કરવામાં આવ્યા હતાં. મહિલા કર્મીઓએ માંગ કરી છે કે તેમનું આર્થિક શોષણ બંધ કરવામાં આવે , તેમને યોગ્ય પગાર પૂરો પાડવામાં આવે, તેમેજ ગ્રેચ્યુએટી સહિતના લાભો પણ તેમને આપવા આવે, જો માંગ નહીં સંતોષાઈ તો આંદોલન ને ઉગ્ર બનાવવામાં આવશે