નિર્ણય/ અમદાવાદમાં સૈાથી જૂનું સરદાર પટેલ સ્ટેડિયમ પ્રજા માટે બંધ કરવામાં આવ્યું,જાણો કેમ…

અમદાવાદ કોર્પોરેશન દ્વારા હાલ પૂરતું સરદાર પટેલ સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યું છે.જેના કારણે જે જાહેર કાર્યક્રમ કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

Top Stories Gujarat
5 40 અમદાવાદમાં સૈાથી જૂનું સરદાર પટેલ સ્ટેડિયમ પ્રજા માટે બંધ કરવામાં આવ્યું,જાણો કેમ...

શહેરના સૌથી જૂના સ્ટેડિયમ બંધ કરવાનો નિર્ણય AMC દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદ સ્ટકચર રિપોર્ટ અનસેફ આવતા સ્ટેડીયમ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં રીનોવેશન માટે બંધ કરવામાં આવશે. સ્ટેડિયમ હાલ કોઈ કાર્યક્રમ કરવામાં આવે તો જોખમી સાબિત થઈ શકે છે. માત્ર રમત ગમત માટે જ ઉપયોગી કરી શકાશે. તે માટે સ્ટેડિયમ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા ટૂંક સમયમાં રીનોવેશન માટે વિચારણા કરવામાં આવશે.

 

 

અમદાવાદ કોર્પોરેશન દ્વારા હાલ પૂરતું સરદાર પટેલ સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યું છે.જેના કારણે જાહેર કાર્યક્રમ પર હાલ  પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્ટેડિયમને મરામત કરવાની જરૂર હોય આ નિર્ણય કરવામાં આવ્યો છે. IIT મદ્રાસ દ્વારા સ્ટેડિયમને લઈ એવો રિપોર્ટ આપવામાં આવ્યો હતો કે આરસીસીનું બાંધકામ તેમજ સ્ટીલ સ્ટ્રકચરનું હાલત ખરાબ હોવાથી તેને ફરીવાર રીનોવેશનની જરૂરિયાત ઊભી થઈ છે.

ઉલ્લેખનીય છે કે ગત માસમાં વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ત્યારે આજ સ્ટેડિયમથી તેમણે ખેલમહાકુંભ પ્રારંભ કરાવ્યો હતો. હાલ મેદાન સિવાય સ્ટેડિયમનો ભાગ અનસેફ હોવાથી હાલ સ્ટેડિયમ AMC દ્વારા બંધ કરવામાં આવશે.