નવી દિલ્હી,
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અંતે સુપ્રીમ કોર્ટમાં તેના ચોકીદાર ચોર હૈ નિવેદન પર સુપ્રીમની ફટકાર બાદ માંફી માંગી છે. રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા વકીલ અભિષેક મનુ સિંધવીએ રાહુલનો બચાવ કરતા રાહુલે આ નિવેદન ભૂલમાં આપ્યું છે તેવી દલીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે અવમાનના મામલે રાહુલ ગાંધી તરફથી જમા કરાવેલી એફિડેવિટ પર પણ અસંતોષત વ્યક્ત કર્યો છે.
રાહુલ ગાંધી દ્વારા અવમાનના મામલે જમા કરાવેલી એફિડેવિટમાં ખેદ શબ્દનો ઉપયોગ કરાયો છે જ્યારે રાહુલ વિરુદ્વ અરજી કરનારી બીજેપી સાંસદ મીનાક્ષી લેખીના વકીલ મુકુલ રોહતગીએ કોઇપણ શરત વગર માંફી માંગવાનું કહ્યું છે. રાહુલ ગાંધીના વકીલે તેઓ એફિડેવિટમાં માફી શબ્દનો ઉલ્લેખ કરશે તેવી ખાતરી અપાઇ હતી. આ મામલે આગામી સુનાવણી 6 મે રોજ હાથ ધરાશે.
રાહુલ ગાંધી સુપ્રીમમાં 6 મેના રોજ નવી એફિડેવિટ દાખલ કરશે.
શું છે સમગ્ર મામલો
નોંધનીય છે કે રાફેલ વિમાન સોદા પર સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી મંજૂર થયા બાદ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે સુપ્રીમે પણ માન્યું છે કે ચોકીદાર ચોર હે. રાહુલ ગાંધીના આ વિવાદિત નિવેદન બાદ ભાજપ નેતા મિનાક્ષી લેખીએ રાહુલ ગાંધી વિરુદ્વ કોર્ટમાં અવમાનનાની અરજી કરી હતી.