Not Set/ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત તરફથી પ્રોડક્ટ પર લગાવવામાં આવતી મોટી ડ્યુટી પર કાઢી ભડાશ

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના બેબાક વલણથી દુનિયાભરમાં જાણીતા છે. દુનિયાનાં સૌથી શક્તિશાળી દેશનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક રાજનીતિક રેલીને સંબોધતા કઇક એવુ કહ્યુ છે જે દરેકનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. તેમણે કહ્યુ કે, દુનિયાનાં ઘણા દેશ છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકાને નુકસાન પહોચાડી રહ્યા છે. ટ્રમ્પનું કહેવુ છે કે, ભારતે અમેરિકાને કાગળનાં ઉત્પાદનો અને પ્રસિદ્ધ હાર્લે ડેવિડસન […]

World Business
trump warn અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત તરફથી પ્રોડક્ટ પર લગાવવામાં આવતી મોટી ડ્યુટી પર કાઢી ભડાશ

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના બેબાક વલણથી દુનિયાભરમાં જાણીતા છે. દુનિયાનાં સૌથી શક્તિશાળી દેશનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક રાજનીતિક રેલીને સંબોધતા કઇક એવુ કહ્યુ છે જે દરેકનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. તેમણે કહ્યુ કે, દુનિયાનાં ઘણા દેશ છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકાને નુકસાન પહોચાડી રહ્યા છે. ટ્રમ્પનું કહેવુ છે કે, ભારતે અમેરિકાને કાગળનાં ઉત્પાદનો અને પ્રસિદ્ધ હાર્લે ડેવિડસન મોટરસાઇકિલ પર ખુબ જ ઉંચુ શુલ્ક લગાવ્યું છે.

trump545 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત તરફથી પ્રોડક્ટ પર લગાવવામાં આવતી મોટી ડ્યુટી પર કાઢી ભડાશ

અમેરિકાનાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઉંચા શુલ્કોનાં કારણે અમેરિકાને ભારત, ચીન અને જાપાન જેવા દેશો તરફથી અબજો ડોલરનું નુકસાન થઇ રહ્યું છે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકન ઉત્પાદનો પર ભારત છેલ્લા ઘણા વર્ષોથી ખુબ જ ઉંચી ડ્યુટી વસુલી કરી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાને ચીન, જાપાન અને ભારત જેવા દેશોનાં કારણે અબજો ડોલરનું નુકસાન થઇ રહ્યું છે. આજે કોઇપણ દેશ હોય તે અમેરિકાને માત્ર નુકસાન જ પહોંચાડી રહ્યુ છે, પરંતુ હવે આપણે નુકસાન નહી સહન કરીએ.