Not Set/ દુનિયામાં કોરોનાએ મચાવ્યો કેર, કુલ કેસનાં આંકમાં ઝડપથી થઇ રહ્યો છે વધારો

એકવાર ફરી જ્યાથી શરૂઆત થઇ હતી ત્યા જ સમગ્ર વિશ્વ ફરી આવી ગયુ હોય તેવા કોરોનાનાં આંકડાઓ સામે આવી રહ્યા છે. સમગ્ર વિશ્વને એકવાર ફરી કોરોના  મહામારીએ મહાભરડો લીધો છે. 

Top Stories World
1 8 દુનિયામાં કોરોનાએ મચાવ્યો કેર, કુલ કેસનાં આંકમાં ઝડપથી થઇ રહ્યો છે વધારો
  • વિશ્વમાં કોરોના મહામારીનો મહાભરડો
  • બ્રાઝિલમાં સૌથી વધુ નવા 89459 કેસ
  • બ્રાઝિલમાં સૌથી વધુ 3673 લોકોનાં મોત
  • USમાં કોરોનાનાં નવા 76644 કોરોના કેસ
  • ફ્રાન્સમાં કહેર વધતાં નવા 50659 કેસ
  • વિશ્વમાં હાલ 2.24 કરોડ એક્ટિવ કેસ
  • વિશ્વમાં કુલ કેસનો આંક 13.01 કરોડ પર.

એકવાર ફરી જ્યાથી શરૂઆત થઇ હતી ત્યા જ સમગ્ર વિશ્વ ફરી આવી ગયુ હોય તેવા કોરોનાનાં આંકડાઓ સામે આવી રહ્યા છે. સમગ્ર વિશ્વને એકવાર ફરી કોરોના  મહામારીએ મહાભરડો લીધો છે.

1 9 દુનિયામાં કોરોનાએ મચાવ્યો કેર, કુલ કેસનાં આંકમાં ઝડપથી થઇ રહ્યો છે વધારો

બોલિવૂડમાં કોરોના વિસ્ફોટ / બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટ કોરોના પોઝિટિવ

જે વાયરસે 2019 નાં અંતમાં વિશ્વમાં ફેલાવવાની શરૂઆત કરી હતી તે આજે પણ સતત ફેલાતો જઇ રહ્યો છે. વિશ્વમાં આજે કોરોનાનાં કુલ કેસ 13.01 કરોડ પહોંચ્યા છે જયારે મૃત્યુઆંક 28 લાખને પાર કરી ગયો છે. વર્લ્ડોમીટર વેબસાઈટનાં રિપોર્ટ અનુસાર કોરોનાથી સૌથી વધુ હાહાકાર બ્રાઝીલમાં જોવા મળી રહ્યો છે. અહી સૌથી વધુ નવા 89,459 કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 3,673 લોકોનાં મોત થયા છે. જ્યારે અમેરિકામાં પણ કોરોનાનો કેર યથાવત છે. અહી કોરોનાનાં નવા 76,644 કેસ નોંધાય છે. જો અહી ફ્રાન્સની વાત કરીએ તો ફ્રાન્સે કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે દેશમાં એક મહિના સુધી લોકડાઉન કરવાની ઘોષણા કરી દીધી છે. ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે કોરોનાના વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને શાળાઓ આગામી 3 અઠવાડિયા સુધી બંધ રહેશે. ઇસ્ટર પછી આવતા એક મહિના સુધી દેશની અંદર પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. તેમણે કહ્યું છે કે, કોરોના રોગચાળાની ત્રીજી લહેરને ટાળવા માટે લોકડાઉન કરવું પડશે, નહીં તો તે હોસ્પિટલોમાં દર્દીઓ જ દર્દીઓ દેખાશે. જો આપણે હજી પણ નક્કર પગલા લઇશુ નહી, તો કોરોના પરનો નિયંત્રણ ગુમાવીશું.

1 10 દુનિયામાં કોરોનાએ મચાવ્યો કેર, કુલ કેસનાં આંકમાં ઝડપથી થઇ રહ્યો છે વધારો

કાળમુખ કોરોના / દેશમાં કોરોનાએ તોડયા તમામ રેકોર્ડ ,છેલ્લા 24 કલાકમાં 81,200 નવા કેસ ,461ના મોત

આપને જણાવી દઇએ કે, આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનો આંક ઝડપથી વધી રહ્યો છે. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાનો કુલ આંક 13.01 કરોડ પહોંચી ગયો છે. હાલમાં 2.24 કરોડ એક્ટિવ કેસ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ