Not Set/ રાજકોટમાં 4 દિવસ પહેલા હેડપોસ્ટ ઓફિસમાં હત્યા કરનાર આરોપીની ધરપકડ

રાજકોટમાં 4 દિવસ પહેલા હેડપોસ્ટ ઓફિસમાં હત્યા કરવામાં આવી હતી… ત્યાર બાદ પોલીસના અધિકારીઓએ આ મામલે CCTVના આધારે તપાસ શરૂ કરી હતી.. ત્યારે હવે પોલીસના અધિકારીઓેને આ મામલે સફળતા મળી છે.. ત્યારે આ અંગે રાજકોટ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી.. 4 દિવસની સઘન તપાસ બાદ પોલીસે જુદી જુદી દિશાઓમાં હાથ ધરેલી […]

Gujarat
vlcsnap error184 રાજકોટમાં 4 દિવસ પહેલા હેડપોસ્ટ ઓફિસમાં હત્યા કરનાર આરોપીની ધરપકડ

રાજકોટમાં 4 દિવસ પહેલા હેડપોસ્ટ ઓફિસમાં હત્યા કરવામાં આવી હતી… ત્યાર બાદ પોલીસના અધિકારીઓએ આ મામલે CCTVના આધારે તપાસ શરૂ કરી હતી.. ત્યારે હવે પોલીસના અધિકારીઓેને આ મામલે સફળતા મળી છે.. ત્યારે આ અંગે રાજકોટ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી.. 4 દિવસની સઘન તપાસ બાદ પોલીસે જુદી જુદી દિશાઓમાં હાથ ધરેલી તપાસના અંતે મૂળ મુંબઈના અને હાલ ખાટકીવાસમાં રહેતા રફીક જમાલ કટારિયા, યુસુફ ખીરાણી, સદામ સમસેર કાથરોટિયા, મહમદ ઉર્ફે જોન રજાક તાલબને પકડી પાડ્યા હતા… ચારેયની પૂછપરછમાં હત્યા તેમજ લૂંટની કોશિશની કબૂલાત આપી છે… પોલીસે સીસીટીવીના આધારે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે… સીસીટીવીમાં બે આરોપીઓ દેખાય છે તેમાં એકે મોઢે મ્હોરૂ પહેરેલું છે તો બીજાએ રૂમાલ બાંધેલો હતો… મહત્વનુ છે કે, પોલીસને ઘટના સ્થળેથી બે ગેસ સિલીન્ડર મળી આવ્યા હતા.. અને આ ગેસ સિલીન્ડર પર ત્રિશુલનું નિશાન હતુ.. આ ઉપરાંત પોલીસને બહુમાળી પાસેથી બિનવારસી રીક્ષા મળી આવી હતી.. આ રીક્ષાના ટીન નંબર પરથી માલિકની ઓળખ થઇ હતી… ત્યાર બાદ આ રીક્ષાની જાણ કરતા આ રીક્ષા પણ ચોરીની જાણવા મળી હતી.. ત્યાર બાદ પોલીસે નજીકના CCTV કેમેરાના આધારે દિપ નામના દિપ નામ આરોપીની ધરપકડ કરી હતી.. ત્યાર બાદ પોલસ દ્વારા આ આરોપીઓની પુછપરછ કરતા વધુ આરોપીની સંડોવણી જાણવા મળી હતી.. ત્યારે હવે પોલીસના અધિકારીઓએ આ આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે…