Gujarat election 2022/ ગુજરાતના પુત્રને મહેસાણા સાચવશે કે નહીઃ મોદીનો આગવો અંદાજ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારનો દોર પોતાના હાથમાં લઈ લીધો છે. આ જ દોરમાં મહેસાણામાં સભા કરતી વખતે તેમણે આગવા અંદાજમાં જણાવ્યું હતું કે ગુજરાતના આ પુત્રને મહેસાણા સાચવશે કે નહી.

Top Stories Gujarat
  • કોંગ્રેસનું મોડેલ વંશવાદ,જાતિવાદ અને તુષ્ટિકરણ
  • ધરોઈ ડેમથી અંબાજીનો પટ્ટો બન્યો વિકાસનું મોડેલ
  • મહેસાણા ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું ઉત્પાદન હબ બનશે

Gujarat election 2022ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) પ્રચારનો દોર પોતાના હાથમાં લઈ લીધો છે. આ જ દોરમાં મહેસાણામાં (Mehasana)સભા કરતી વખતે તેમણે આગવા અંદાજમાં જણાવ્યું હતું કે ગુજરાતના આ પુત્રને મહેસાણા સાચવશે કે નહી. હું મહેસાણાનો પુત્ર છું. તમારા આશીર્વાદથી જ સીએમ (CM) બન્યો અને પછી પીએમ (PM) પણ બન્યો. તેથી આ ચૂંટણીમાં તમારુ ગૌરવ જાળવનારાનું ગૌરવ જાળવવાની જવાબદારી હવે તમારા શિરે છે.

તમે પોતે પણ જાણો છો કે ભાજપનું (BJP) શાસન આવ્યું તે પહેલા ગુજરાત અને તેમા પણ ખાસ કરીને મહેસાણાની શું સ્થિતિ હતી. તેનાથી વિપરીત આજે કેવી સ્થિતિ છે. આજે ગુજરાતમાં મહેસાણા ખાતે બનેલી ગાડીઓની જાપાનમાં (Japan) નિકાસ થાય છે. મહેસાણાથી અંબાજીના પટ્ટામાં મોટી-મોટી કંપનીઓના પ્લાન્ટ આવેલા છે. ગુજરાત ભવિષ્યમાં ઓટોમોબાઇલ (Automobile) હબ બનશે તો તેનું શ્રેય મહેસાણાને જશે. મહેસાણાની દૂધસાગર ડેરી આજે ગુજરાતમાં જ નહી સમગ્ર વિશ્વમાં નામના ધરાવે છે.

મહેસાણાના ધરોઈ ડેમથી લઈને અંબાજી સુધીનો સમગ્ર પટ્ટો વિકાસનું નવું જ મોડેલ બન્યો છે. આજે ગુજરાત ઇલેકટ્રિક (Electric) ગાડીઓનું હબ બનાવી રહ્યું છે. 20 વર્ષ પહેલા મહેસાણાની માંડ 600 એન્જિનિયરિંગ (Engineering)  બેઠક હતી, આજે 2000 થઈ છે. આજે કોઈપણ જગ્યાએ જાવ તો શિક્ષક મહેસાણાનો જ મળે. મહેસાણાની માટીએ મને મોટો કર્યો છે, મારું ઘડતર મહેસાણાએ કર્યુ છે.

પાણી મળતા મહેસાણાના ખેડૂતો પાણીદાર બન્યા. ભાજપના શાસનમાં ગુજરાત અંધકાર યુગમાંથી બહાર આવ્યું છે. વીસ વર્ષ પહેલા ગુજરાતમાં સૌર ઊર્જા (Solar power) જેવું કશું જ ન હતુ. આજે આઠ હજાર મેગાવોટની તો સૌર ઊર્જા જ ઉત્પન્ન થાય છે.  ગુજરાતના વીજ જોડાણની સંખ્યા વીસ વર્ષમાં 55 લાખથી વધીને બે કરોડને વટાવી ચૂકી છે. પહેલા વીજળીની સમસ્યા ગામેગામ હતી, આજે ગામેગામ વીજળી છે. અમે એટલા કામ કર્યા છે કે વિપક્ષ માટે સવાલ પૂછવો અઘરો થઈ ગયો છે.

કોંગ્રેસનું મોડેલ એટલે વંશવાદ, જાતિવાદ, સગાવાદ. લોકોને અંદરોઅંદર વચ્ચે ઝગડાવવા અને તુષ્ટિકરણ. કોંગ્રેસ લોકોને પછાત રાખવા માંગે છે. આજે અમે કરેલા વિકાસના પગલે ગુજરાતની પ્રજા કહે છે કે યે દિલ માંગે મોર. મહેસાણાથી તારંગા થઈને અંબાજી સુધીની ટ્રેન આટલા વર્ષોમાં કોઈને સૂઝી ન હતી. તમે મને દિલ્હી મોકલ્યો ત્યારે આ ટ્રેનનો મેળ મળ્યો.

આ પણ વાંચોઃ

Gujarat Election 2022/ ગુજરાતના નોકરિયાતોને ચૂંટણીના દિવસે મળશે રજાઃ મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય

Online Gaming/ ઓનલાઇન ગેમિંગ પર 28 ટકા જીએસટી લાગી શકે