દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના 4 દિવસના પ્રવાસે છે. તેમણે મંગળવાર ભારતથી રવાના થયા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ગ્રેમી વિનર અને પ્રખ્યાત ભારતીય-અમેરિકન ગાયિકા ફાલ્ગુની શાહ સાથે મુલાકાત કરી. સિંગર આ મીટિંગથી ખૂબ જ ખુશ છે. જોકે, તે અગાઉ પણ પીએમ મોદીને મળી ચૂકી છે.
સિંગરે વડાપ્રધાન સાથે બાજરા પર ગીત પણ લખ્યું છે. જે 16મી જૂને રિલીઝ થઈ રહ્યું છે. આ ગીત ફાલ્ગુની શાહ (ફાલુ) અને તેના પતિ ગૌરવ શાહે ગાયું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, હવે સિંગરે પીએમ મોદીને મળવા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેમને પીએમ મોદીને મળવું ખૂબ ગમ્યું. તેમણે તેમની સાથે 6 મહિના સુધી નજીકથી કામ કર્યું છે. સિંગરનું આલ્બમ કવર અને ગીત પીએમને પસંદ આવ્યું છે.
#WATCH | New York, USA: Grammy award-winning Indian-American singer Falu (Falguni Shah) (@FaluMusic) after meeting PM Modi says "It was so nice to see him, we have worked together for 6 months. He loved the album cover and the song. He said let's hope a lot of people benefit from… pic.twitter.com/I2ib7ZKhYd
— ANI (@ANI) June 21, 2023
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેમને આશા છે કે તેમના ગીતથી ઘણા લોકોને ફાયદો થશે અને તેનું કારણ ધ્યાન રાખવામાં આવશે. જણાવી દઈએ કે બાજરા પરના ગીતને લઈને ફાલુએ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. જ્યાં તેમણે 20 મિનિટ સુધી આ વિષય પર વાત કરી હતી. આ મીટિંગની તસવીરો પણ ફાલુએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તેણીએ શેર કરેલી તસવીરમાં ફાલ્ગુની શાહ અને તેના પતિ ગૌરવ શાહ પીએમ મોદી સાથે જોવા મળ્યા હતા.
આ પણ વાંચો:રેલવે મુસાફરો માટે ખુશખબર,હવે 15 રૂપિયામાં મળશે ભોજન,જાણો વિગત
આ પણ વાંચો:પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના, કેન્દ્રીય મંત્રીએ આપ્યા સંકેત
આ પણ વાંચો:ઈન્ડિગો બાદ હવે AIR INDIAએ પણ 470 નવા એરક્રાફ્ટ ખરીદવા માટે એરબસ-બોઈંગ સાથે કર્યા કરાર
આ પણ વાંચો:તમિલનાડુના CM સ્ટાલિન વિપક્ષની બેઠકમાં હાજરી આપશે
