ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat election 2022) છે, તેને લઈને મહારાષ્ટ્રને શું તે સવાલ થાય તે સ્વાભાવિક છે. પણ મહારાષ્ટ્રના સરહદી જિલ્લાઓમાં ઘણા એવા લોકો છે જે કામ મહારાષ્ટ્રમાં કરે છે પણ તેમને મતદાન ગુજરાતમાં કરવાનું હોય છે. શિંદે સરકારે (Shinde government) ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના જિલ્લાઓમાં કામ કરતાં ગુજરાતના મતદારોને એક દિવસની રજા આપી છે. આ રજાનો પગાર કાપી નહી શકાય. શિંદે સરકારે તમામ ખાનગી કંપનીઓને કહ્યું છે કે જો તેઓ આદેશનું પાલન નહી કરે તો તેમની સામે કાર્યવાહી કરાશે.
મહારાષ્ટ્ર સરકારે આ અંગે જીઆર બહાર પાડ્યો છે. તેમા જણાવાયું છે કે રાજ્યના સરહદી જિલ્લાઓ (Border district) જેવા કે પાલઘર(Palghar), નાશિક (Nashik), નંદુરબાર (Nandurbar) અને ધુલેમાં (Dhule) કામ કરતા ગુજરાતી મતદારોને ચૂંટણીના દિવસે મતદાન કરવા એક દિવસની રજા આપવામાં આવી છે. બધી ખાનગી કંપનીઓને તેનું પાલન કરવા સૂચના અપાઈ છે. આદેશનો ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન
ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થશે. આ મતગણતરી આઠ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે.
મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણીપંચ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બંને તબક્કાની ચૂંટણીમાં 16 હજારથી વધુ મતદાન મથકો સંવેદનશીલ છે. 2022માં 51,782 મથકોમાંથી 16 હજારથી વધુ સંવેદનશીલ જાહેર કરાયા છે. સંવેદનશીલ-અતિ સંવેદનશીલ મથકોમાં પેરામીલીટ્રી ફોર્સ તહેનાત કરાશે. સંવેદનશીલ મથકો પર પોલીસ અને પેરામીલીટ્રી ફોર્સના જવાનો તહેનાત રહેશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકોની ચૂંટણી યોજાશે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 1 હજાર 518 મતદાન મથકો વધ્યા છે.
આ પણ વાંચોઃ
નિર્ણય/ ઉદ્વવ કે શિંદે કોને મળશે શિવસેનાનું ધનુષ-તીર? આજે ચૂંટણી પંચ લેશે નિર્ણય!
