નિર્ણય/ ઉદ્વવ કે શિંદે કોને મળશે શિવસેનાનું ધનુષ-તીર? આજે ચૂંટણી પંચ લેશે નિર્ણય!

મહારાષ્ટ્રમાં શિવસેનાના નામ અને પ્રતીકને લઈને ચાલી રહેલા વિવાદનો હવે અંત આવી શકે છે. મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ આજે (બુધવારે) પોતાનો નિર્ણય આપી શકે છે

Top Stories India
14 ઉદ્વવ કે શિંદે કોને મળશે શિવસેનાનું ધનુષ-તીર? આજે ચૂંટણી પંચ લેશે નિર્ણય!

મહારાષ્ટ્રમાં શિવસેનાના નામ અને પ્રતીકને લઈને ચાલી રહેલા વિવાદનો હવે અંત આવી શકે છે. મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ આજે (બુધવારે) પોતાનો નિર્ણય આપી શકે છે. પંચે ઉદ્ધવ ઠાકરે જૂથ અને શિંદે જૂથ બંનેને પોતપોતાના દાવા સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા જણાવ્યું હતું. બંને પક્ષોના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ ચૂંટણી પંચ નિર્ણય લેશે. ઉદ્ધવ-શિંદે જૂથને તમામ દસ્તાવેજો જમા કરાવવા માટે આપવામાં આવેલી ડેડલાઈન આજે પૂરી થઈ રહી છે.

 શિવસેનામાં અણબનાવ પછી, ઉદ્ધવ અને શિંદે બંને જૂથોએ શિવસેના પર પોતપોતાના દાવા કર્યા, જેના પછી ચૂંટણી પંચે શિવસેનાનું નામ અને ચૂંટણી ચિન્હ ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો. આ મામલે નિર્ણય ન આવે ત્યાં સુધી ચૂંટણી પંચે બંને પક્ષોને નવા નામ અને નવા ચૂંટણી ચિન્હોની ફાળવણી કરી હતી.

ચૂંટણી પંચે ગયા મહિને (8 ઓક્ટોબર) ઠાકરે અથવા શિંદે દ્વારા શિવસેનાના નામ અને ચૂંટણી ચિન્હના ઉપયોગ પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો. પંચે મહારાષ્ટ્રમાં અંધેરી પૂર્વ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદ્યો હતો અને બંને જૂથોને વૈકલ્પિક નામ અને પ્રતીકો ફાળવ્યા હતા. ઠાકરે જૂથને વૈકલ્પિક નામ ‘શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)’ અને પક્ષ માટે ચૂંટણી પ્રતીક મશાલ આપવામાં આવ્યું હતું, જ્યારે શિંદે જૂથને પક્ષનું નામ ‘બાલાસાહેબચી શિવસેના’ અને ચૂંટણી પ્રતીક ‘બે તલવાર અને એક ઢાલ’ આપવામાં આવ્યું હતું.