તાઉ-તે વાવાઝોડું ગુજરાત માંથી પસાર થઇ ને હવે ઉત્તર ભારતના હવામાન પર પોતાની તાકાત બતાવી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. તે જ સમયે, વેસ્ટર્ન ડીસટબન્સને કારણે, આગામી બે-ત્રણ દિવસ ઉત્તર ભારતના વાતાવરણ માં મોટો બદલાવ આવશે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને હરિયાણામાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના છે
તાઉ-તે વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થઇ ને રાજ્સ્થાન તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ સારી વાત એ છેકે હવે તેની તીવ્રતામાં મોટો ઘટાડો થયો છે. તે મંગળવારે મોડી રાત સુધી રાજસ્થાન પહોંચશે. તીવ્રતા ઘટવાના કારણે હવે પવન 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. અગાઉ એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે પવનની ગતિ 60 કિ.મી. હોઈ શકે છે. હવામાન વિભાગે ઉદયપુર અને જોધપુર વિભાગના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાના નિયામક રાધેશ્યામ શર્માએ જણાવ્યું હતું કે, સિસ્ટમની અસરને કારણે મંગળવારથી બુધવારે વહેલી સવાર વચ્ચે બાંસવાડા, ભીલવાડા, ચિત્તોડગઢ , ડુંગરપુર, પ્રતાપગઢ, રાજસમંદ, સિરોહી, ઉદેપુર, જલોર અને પાલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત જયપુર, અજમેર, કોટા અને ભરતપુર વિભાગના અનેક જિલ્લાઓમાં બુધવારે બપોરે અને મોડી સાંજે ભારે વરસાદ થવાની સંભાવના છે.
દિલ્હીમાં બે દિવસ વરસાદની શક્યતા
દિલ્હીમાં પણ હવામાનમાં મોટો ફેરફાર આવશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાદળછાયું વાતાવરણ વચ્ચે ઝરમર થી લઇ હળવા વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, દિલ્હીમાં 19-20 મેના રોજ ચોમાસુ પૂર્વે વરસાદ થવાની સંભાવના છે. આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી સે.
આ રાજ્યોમાં વરસાદની આગાહી
હવામાન આગાહી એજન્સી સ્કાયમેટના જણાવ્યા મુજબ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠે ઘણા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે મધ્ય પ્રદેશના કેરળ, કોંકણ અને ગોવા, દક્ષિણ રાજસ્થાનના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર-પૂર્વ ભારત, લક્ષદ્વીપ, તમિળનાડુ અને કર્ણાટકમાં કેટલાક ભાગોમાં જોરદાર વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે પશ્ચિમ હિમાલય, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને આંદામાન અને નિકોબાર આઇલેન્ડના અલગ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
