Not Set/ video: કેશોદમાં ત્રણ ઘરના પરીવારો ફસાયા પાણીમાં, રેસ્ક્યૂ ટીમ દ્વારા કઢાયા મુસીબતમાંથી બહાર

કેશોદ કેશોદ તાલુકાનાં ચાંદીગઢમાં પંદર લોકો ફસાતા રેસ્ક્યૂ ટીમ દ્વારા બહાર કાઢવા માટે રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયું હતું. મહીલાઓ પુરૂષો બાળકો સહીત પંદર લોકોને ચાર કલાક રેસ્ક્યૂની જહેમત બાદ પાણીમાંથી બહાર કઢાયા હતાં. કેશોદ તાલુકાના ચાદીગઢ અને મઢડાની સીમમાં ત્રણ પરીવારો વાડી વિસ્તારમાં રહેતા હતા જે લોકો વધુ વરસાદ અને ઉપવાસના ડેમના પાણીની વધુ આવક […]

Top Stories Gujarat Trending Videos
rain 25 video: કેશોદમાં ત્રણ ઘરના પરીવારો ફસાયા પાણીમાં, રેસ્ક્યૂ ટીમ દ્વારા કઢાયા મુસીબતમાંથી બહાર

કેશોદ

કેશોદ તાલુકાનાં ચાંદીગઢમાં પંદર લોકો ફસાતા રેસ્ક્યૂ ટીમ દ્વારા બહાર કાઢવા માટે રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયું હતું. મહીલાઓ પુરૂષો બાળકો સહીત પંદર લોકોને ચાર કલાક રેસ્ક્યૂની જહેમત બાદ પાણીમાંથી બહાર કઢાયા હતાં.

કેશોદ તાલુકાના ચાદીગઢ અને મઢડાની સીમમાં ત્રણ પરીવારો વાડી વિસ્તારમાં રહેતા હતા જે લોકો વધુ વરસાદ અને ઉપવાસના ડેમના પાણીની વધુ આવક થતા વાડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે વાડી વિસ્તારમાં રહેતા ત્રણ ઘરના પરીવારો ફસાયા હતા.

જેની જાણ રેસ્ક્યુ ટીમને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ દ્વારા ફસાયેલા લોકોને પાણીની બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે પરીવારો ચાદીગઢ ગામથી બે કીલો મીટરથી પણ દુર વાડી વિસ્તારમાં ફસાયા હોવાથી રેસ્કયુ ટીમ દ્વારા ચાર કલાકની જહેમત બાદ પાણીમાંથી બહાર કઢાયા હતા. જેમાં વૃદ્ધ અશકતોને ખાટલામાં બેસાડી પાણી બહાર કાઢવામાં આવ્યા હતા મહીલાઓ પુરૂષો બાળકો સહીત પંદર લોકોને રેસ્ક્યુ ટીમ દ્વારા પાણીમાંથી બહાર કઢાયા બાદ ટ્રેકટર દ્વારા ગામમાં સલામત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા.

હાલમાં પણ વરસાદ ચાલુ છે ત્યારે ઘેડ વિસ્તારનાં અનેક ગામો બેટમાં ફેરવાયા છે, ઘેડ પંથકમાં ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.