અયોધ્યા/ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું ગર્ભગૃહના નિર્માણ માટે પ્રથમ શિલારોપણ કર્યું

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ કરશે

Top Stories India
9 મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું ગર્ભગૃહના નિર્માણ માટે પ્રથમ શિલારોપણ કર્યું

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે આજે ઐતિહાસિક દિવસ છે. આજથી ગર્ભગૃહનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે ગર્ભગૃહના નિર્માણ માટે પ્રથમ શિલારોપણ કર્યું હતું. આ સાથે 29 મેથી શરૂ થયેલ સર્વદેવ અનુષ્ઠાનનું સમાપન થયું. હવે સીએમ યોગી કન્સ્ટ્રક્શન સાઇટ પાસે દ્રવિડિયન શૈલીમાં બનેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે રામ મંદિર ભારતનું રાષ્ટ્ર મંદિર હશે. હવે સેંકડો વર્ષોની રાહ પૂરી થવા જઈ રહી છે કારણ કે મંદિર નિર્માણનું કામ ઝડપથી થશે. તેમણે કહ્યું કે શિલાની પૂજા કરવી ખૂબ જ સૌભાગ્યની વાત છે.