Not Set/ ગામમાંથી કોરોનાને ભગાડવા મોટી સંખ્યામાં મહિલાઓ વિધિ કરવા બહાર નીકળી

 રાજ્યમાં કોરોના નો હાહાકાર જોવા મળી રહ્યો છે .સરકાર કોરોના કેસને નિયંત્રણમાં લાવવા માટે  અથાગ પ્રયત્નો કરતી જોવા મળી રહી છે . ત્યારે હજી પણ કેટલાક લોકો અંધશ્રદ્ધામાં રચ્યાપચ્યા રહેતા જોવા મળી રહ્યા છે.    ત્યારે  વધુ એક અંધશ્રદ્ધામાં રાચતા લોકોનો વીડિયો સામે આવ્યો છે. જેમા ગામની મહિલાઓ કોરોનાને ભગાડવા માટે વિધિ કરવા નીકળી હતી. […]

Gujarat
Untitled 134 ગામમાંથી કોરોનાને ભગાડવા મોટી સંખ્યામાં મહિલાઓ વિધિ કરવા બહાર નીકળી

 રાજ્યમાં કોરોના નો હાહાકાર જોવા મળી રહ્યો છે .સરકાર કોરોના કેસને નિયંત્રણમાં લાવવા માટે  અથાગ પ્રયત્નો કરતી જોવા મળી રહી છે . ત્યારે હજી પણ કેટલાક લોકો અંધશ્રદ્ધામાં રચ્યાપચ્યા રહેતા જોવા મળી રહ્યા છે.    ત્યારે  વધુ એક અંધશ્રદ્ધામાં રાચતા લોકોનો વીડિયો સામે આવ્યો છે. જેમા ગામની મહિલાઓ કોરોનાને ભગાડવા માટે વિધિ કરવા નીકળી હતી.

  નોધનીય  છે કે  સાંતેજ પોલીસ સ્ટેશન હદમાં આવતા પલોડિયા ગામનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગામમાં કોરોના કેસ ઘટે એ માટે ગામની મહિલાઓ વિધિ કરવા બહાર નીકળી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ માથા પર બેડુ ઉપાડીને વિધિ કરતી જોવા મળી હતી.   નોધનીય છે કે  વિધિ દરમિયાન કોઈ પણ મહિલાઓએ માસ્ક પણ પહેર્યા નહોતા. આ વિધિમાં ગામના બાળકો અન પુરુષો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

 ઘટના બાદ ગુનો તેમના પર  નોંધાયો છે. પોલીસ દ્વારા 35 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. જેમાં કુલ 10 થી 12 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગામમાં સરપંચ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. 188 કલમ અને એપેડેમિક એક્ટ અંતર્ગત 3 જાહેરનામાના ભંગની કલમ હેઠળ કાર્યવાહી કરાઈ છે.