Not Set/ ચીનની વૃદ્ધ દાદીઓ ‘ફેશનેબલ મોડલ્સ’ બનીને સોશિયલ મીડિયા પર કેમ છવાઈ રહી છે ?

આ ગ્રુપમાં 60 વર્ષથી 80 વર્ષ સુધીની મહિલાઓ શામેલ છે જે ‘ફેશનેબલ મોડેલ્સ જેમ રસ્તા પર રેમ્પ વોક કરતી જોવા મળે છે. તો  કેટલીકવાર કોઈ ટીવી શોમાં પણ. 

Fashion & Beauty Trending Lifestyle
mundan 12 ચીનની વૃદ્ધ દાદીઓ 'ફેશનેબલ મોડલ્સ' બનીને સોશિયલ મીડિયા પર કેમ છવાઈ રહી છે ?

ચીનમાં વૃદ્ધ મહિલાઓનું એક જૂથ હાલમાં સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. આ વૃદ્ધ મહિલાઓ છે, જેઓ પોતાના દેશમાં પોતાના જેવા લોકો માટે યુવાઓનો નજરીયો  બદલવાની કોશીસ કરી રહી છે.  (Fashion Grandmas Outfit) આ ગ્રુપમાં 60 વર્ષથી 80 વર્ષ સુધીની મહિલાઓ શામેલ છે જે ‘ફેશનેબલ મોડેલ્સ જેમ રસ્તા પર રેમ્પ વોક કરતી જોવા મળે છે. તો  કેટલીકવાર કોઈ ટીવી શોમાં પણ.

Fashion Archive - Himalayan Times News

આ મહિલાઓના વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ત્યાં 76 વર્ષીય સોંગ શિયુઝુ પણ છે, જે બે વર્ષ પહેલાં ‘ફેશન ગ્રાન્ડમાઝ’ નામના જૂથ સાથે સંકળાયેલી છે.  તેનો એક મિનિટનો વીડિયો વધુને વધુ વાયરલ થયો હતો, જેમાં તે બેઇજિંગના રસ્તા પર રેમ્પવોક ચાલતી જોવા મળી હતી. જે બાદ લાખો લોકો તેના પ્રશંસક બન્યા.

Elderly influencers are trending in China's youth-led social media but will  fashionable grandmas live on? | South China Morning Post
આમ કરીને, આ મહિલાઓ ફક્ત લોકોની વિચારસરણી જ નહીં, પણ અર્થતંત્રમાં પણ ફાળો આપી રહી છે. સોન્ગ કહે છે, ‘અમારા યુવા ચાહકો અમારા જેવા વૃદ્ધ દાદીને ખુશ અને ફેશનેબલ શૈલીમાં જુવે છે.  અને હવે વૃદ્ધઅવસ્થા થી ડરતા નથી.’ હકીકતમાં, ચાઇનામાં વૃદ્ધ લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે, આવી સ્થિતિમાં, દેશ એક પડકાર તરીકે લાખો નિવૃત્ત લોકોને સુવિધા પૂરી પાડવાનું વિચારી રહ્યું છે.

Chinese 'Glammas' Are Now Using TikTok to Flex Their Fashion
પરંતુ હવે વૃદ્ધ લોકો  અવતાર દ્વારા લોકોની વિચારસરણીમાં પરિવર્તન લાવી રહ્યા છે  સાથે સાથે ઘણા પૈસા પણ મેળવી રહ્યા છે. જેથી તેઓ કોઈના પર ભારરૂપ કે બોજા રૂપ નાં બને .  તકનીકી ની સહાયથી વધુને વધુ લોકો ફેશન ગ્રાન્ડમાસ આઉટફિટમાં  જોડાઇ રહ્યા છે. હાલમાં ‘ફેશન ગ્રાન્ડમાઝ’ જૂથના 23 સભ્યો છે, જ્યારે દેશભરના અન્ય લોકો પણ તેમાં મોટો ફાળો આપે છે.

The Golden Girls: TV's feelgood fashion icons | Fashion | The Guardian

આ લોકો પોપ  એડ વિડિઓઝ બનાવીને લાઇવ સ્ટ્રીમ દ્વારા ઉત્પાદન વેચીને પૈસા કમાય છે. હીલિંગ નામના એજન્ટ કહે છે, “તેઓ એક મિનિટમાં જ  કોઈ પણ ઉત્પાદનના 200 એકમો વેચે છે.” આ સિવાય તેના વીડિયોઝ (ફેશન ગ્રાન્ડમાસ મેસેજિસ) માં એક ખાસ સંદેશ પણ છુપાયો છે. જેમ કે ‘સુંદરતા ફક્ત યુવાનો માટે જ નહીં પરંતુ વૃદ્ધ લોકો પણ અદ્ભુત જીવન જીવી શકે છે’.

Badass 88-Year-Old Grandma Has Become Instagram's Fashion Icon | DeMilked

જ્યારે કેટલીક વિડિઓઝમાં ગંભીર સંદેશા પણ છુપાયેલા હોય છે, જેમ કે મહિલાઓ સાથે  ઘરેલું હિંસા ન કરવી જોઈએ. તેના એક વીડિયોમાં એક છોકરાએ તેની ગર્લફ્રેન્ડને સ્ટોર પર થપ્પડ મારતા બતાવ્યું, ત્યાર બાદ વૃદ્ધ મહિલા તેને ઢસેડી ને ગાર્ડ પાસે  લઇ જાય છે. પછી સ્ક્રીન પર લખ્યું છે, ‘ઘેરલૂ હિંસા ગેરકાયદેસર છે’.