Not Set/ ચંદ્રશેખર રાવે કોંગ્રેસ અધ્યક્ષ પર સાધ્યું નિશાન, કહ્યું, રાહુલ ગાંધી છે દેશના સૌથી મોટા જોકર

હૈદરાબાદ, ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે મંત્રીમંડળની બેઠક બોલાવી રાજ્યમાં વિધાનસભાને ભંગ કરવા માટે ભલામણ કરવામાં આવી હતી જેણે રાજ્યપાલ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. જો કે ત્યારબાદ ત TSR પાર્ટી દ્વારા આગામી ચૂંટણીને જોતા ૧૦૫ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ સાથે જ કે ચંદ્રશેખર રાવે રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર હુમલો બોલ્યો છે. https://twitter.com/mantavyanews/status/1037624788972257280 […]

Top Stories India Trending
kcr ચંદ્રશેખર રાવે કોંગ્રેસ અધ્યક્ષ પર સાધ્યું નિશાન, કહ્યું, રાહુલ ગાંધી છે દેશના સૌથી મોટા જોકર

હૈદરાબાદ,

ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે મંત્રીમંડળની બેઠક બોલાવી રાજ્યમાં વિધાનસભાને ભંગ કરવા માટે ભલામણ કરવામાં આવી હતી જેણે રાજ્યપાલ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. જો કે ત્યારબાદ ત TSR પાર્ટી દ્વારા આગામી ચૂંટણીને જોતા ૧૦૫ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ સાથે જ કે ચંદ્રશેખર રાવે રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર હુમલો બોલ્યો છે.

https://twitter.com/mantavyanews/status/1037624788972257280

ચંદ્રશેખર રાવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પર નિશાન સાધતા જણાવ્યું કે, “રાહુલ ગાંધી દેશના સૌથી મોટા જોકર છે, તેઓ જેટલા વધુ તેલંગાણામાં આવશે એટલી જ વધુ સીટો TRS જીતી શકશે.

રાહુલ ગાંધી છે દેશના સૌથી મોટા જોકર

કે સી રાવે વધુમાં ઉમર્યું કે, “બધા જાણે હે કે, રાહુલ ગાંધી શું છે ?. તેઓ દેશના સૌથી મોટા જોકર છે. સમગ્ર દેશના લોકોએ જોયું હતું કે, સંસદમાં કેવી રીતે નરેન્દ્ર મોદી પાસે ગયા, ગળે લગાવ્યા અને કેવી રીતે આંખ મારી રહ્યા હતા. તેઓ અમારા દેશની સંપત્તિ છે, તેઓ જેટલા વધુ તેલંગાણા આવશે અમે એટલી જ વધારે સીટો જીતીશું“.

૧૦૫ ઉમેદવારોની ઘોષણા બાદ તેઓએ કહ્યું, “૨૦૧૪ પહેલા તેલંગાણામાં બોમ્બ ધમાકા, વીજળીના મુદ્દાઓ તેમજ સાંપ્રદાયિક તુફાનો જેવી ઘણી સમસ્યાઓ હતી, પરંતુ અમે હવે આ ચીજોમાંથી મુક્ત થઇ ચુક્યા છે.

તેઓએ વધુમાં જણાવ્યું, “હું કોંગ્રેસના નેતાઓને કહેવા માંગું છું કે, તેઓ જ જમીન પર આવે અને ચૂંટણી લડે, જનતા તેઓને જવાબ આપશે”.

કે સી આર વિધાનસભા ભંગ કરીને પોતાની કબ્ર ખોદી : તેલંગાણા કોંગ્રેસ અધ્યક્ષ

બીજી બાજુ તેલંગાણા કોંગ્રેસના અધ્યક્ષ એન ઉત્તમ કુમાર રેડ્ડીએ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના નિર્ણયની આલોચનાઓ કરી છે. તેઓએ જણાવ્યું હતુ કે, “કે સી આર વિધાનસભા ભંગ કરીને પોતાની કબ્ર ખોદી છે. તેઓ મોદીના એજન્ટ છે, પરંતુ અમે ચૂંટણી માટે તૈયાર છીએ”.

મહત્વનું છે કે, અંદાજે છેલ્લા ૧૫ દિવસથી વિધાનસભા ભંગ કરવા અને જલ્દી જ ચૂંટણી યોજવા અંગે અટકળો સામે આવી રહી હતી.

પાર્ટી ઈચ્છી રહી છે પોતાનો રાજનૈતિક લાભ

જો કે તેલંગાણામ યોજાનારી ચૂંટણીની વાત કરવામાં આવે તો, રાજ્યની ચૂંટણી ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી સાથે નિર્ધારિત છે, પરંતુ સત્તારૂઢ પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) બંને ચૂંટણી અલગ અલગ યોજવા અંગે પોતાનો રાજનૈતિક લાભ જોઈ રહી છે.

આ પહેલા ૨૦૧૪માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન સત્તાધારી પાર્ટી TRSને કુલ ૧૧૯ માંથી ૬૩ બેઠકો પર જીત મળી હતી, જયારે કોંગ્રેસ પાસે ૧૩ અને ભાજપ પાસે ૫ સીટ છે.