Mahesana News: જમ્મુ-તાવી ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ટ્રેનને મહેસાણા રેલવે સ્ટેશન પર રોકવામાં આવી હતી.આ માહિતી મળતા મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જેવી ટ્રેનમાં બોમ્બ છે એ માહિતી મળી કે તરત જ RPF અને રેલવે પોલીસની એક ટીમ મહેસાણ રેલવે સ્ટેશન દોડી આવી હતી અને સઘન તપાસ હાથ ધરી હતી. હવે આ ટ્રેન મહેસાણા પોલીસ સ્ટેશનથી રવાના કરાવી દેવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, આજે જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બનો મેસેજ મળ્યો હતો. જે બાદ ટ્રેનને મહેસાણા પોલીસ સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. આ ટ્રેનમાં બોમ્બ હોવાની વાતથી આસપાસ ફફડાટ મચી ગયો હતો.જોકે, આરપીએફ અને રેલવે પોલીસની ટીમ દ્વારા આખી ટ્રેનમાં સઘન તપાસ કરવામાં આવી હતી. ટ્રેનમાં તપાસ કરાતા પહેલા તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.જો કે, ઝીણવટભરી તપાસ કર્યા બાદ ટ્રેનમાંથી એક બેગ મળી આવી છે. મેસેજ કરનાર તેનો સમાન ટ્રેનમાં ભૂલી ગયો હોવાથી આવો મેસેજ કર્યો હોવાનું સામે આવ્યું છે. ફોન કરનાર શખ્સ ઉઝાથી ઝડપાયો છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: