ધોરણ-12 રિઝલ્ટ/ આવતીકાલે જાહેર થશે ધોરણ-12નું પરિણામ, GSEB બન્યું ટેકનોસેવી

ગુજરાત શિક્ષણ બોર્ડ પણ સમયની સાથે તાલ મિલાવતા આધુનિક બન્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા આવતીકાલે 31મેના રોજ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે ત્યારે આ પરિણામ વોટ્સએપ પર પણ જોઈ શકાશે.

Top Stories Gujarat
12th Commerce result આવતીકાલે જાહેર થશે ધોરણ-12નું પરિણામ, GSEB બન્યું ટેકનોસેવી

ગાંધીનગર:  ગુજરાત શિક્ષણ બોર્ડ પણ સમયની સાથે તાલ મિલાવતા આધુનિક બન્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા આવતીકાલે 31મેના રોજ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે ત્યારે આ પરિણામ વોટ્સએપ પર પણ જોઈ શકાશે. આ પરિણામ બોર્ડની વેબસાઇટ પર તો જોવા મળવાના જ છે, પરંતુ હવે વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પણ તેમનું પરિણામ જાણી શકે છે.

વોટ્સએપ પર આ રીતે જોઇ શકશો
Whatsapp પર પરિણામોનો પહેલો પ્રયોગ સફળ રહ્યો હતો જેથી આ પરિણામમાં પણ whatsapp પદ્ધતિનો ઉપયોગ કરાશે. એટલે કે જેઓ પરિણામ લેવા જવા માટે કેન્દ્ર પર જવા માટે સક્ષમ નથી અથવા તો ભીડભાડ વગર શાંતિથી પરિણામ લેવા કેન્દ્રપર જવા માંગે છે તેઓ પ્રાથમિક પરિણામ તો તાત્કાલિક તો whatsapp દ્વારા જાણી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નં. 63573 00971 પર સીટ નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે.

ગુજરાત બોર્ડ દ્વારા આવતી કાલે 31 મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. આવતી કાલે એટલે કે, બુધવારના રોજ સવારે આઠ કલાકે ગુજરાત બોર્ડ દ્વારા આ પરિણામ જાહેર કરવામાં આવશે. સામાન્ય પ્રવાહનું આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી અને વોટ્સએપ નંબર દ્વારા પોતાનું પરિણામ જાણી શકે છે. 63573 00971 નંબર પર પોતાનો સીટ નંબર લખીને પણ વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પરિણામ જાણી શકે છે.

પાસ થવા માટે 33% માર્ક્સ જરૂરી

ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 2023 માર્ચ 14થી 28 દરમિયાન લેવામાં આવી હતી. ભૂતકાળના પરિણામના GSEB મેના બીજા સપ્તાહ સુધીમાં પરિણામ જાહેર થતા હતા. ગુજરાત શિક્ષણ બોર્ડની GSEB 10મી બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ મેળવવા જરૂરી છે.

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 65.58% પરિણામ

મે મહિનાના પહેલા અઠવાડિયામાં, બીજી મેના રોજ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે સાયન્સનું સરેરાશ પરિણામ 65.58 ટકા રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ 6 ટકા જેટલું ઓછું આવ્યુ હતુ. સામાન્ય રીતે તો વિજ્ઞાનપ્રવાહના પરિણામ કરતાં સામાન્ય પ્રવાહનું પરિણામ તો ઊંચું જ આવતું હોય છે. પણ કોરોના કાળમાં તેની કેટલી અસર પડી છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચોઃ SBI-2000 Rupeenote/ SBIમાં બે હજાર રૂપિયાની 14000 કરોડની નોટ જમા

આ પણ વાંચોઃ સફળતા/ ” દરેક નિર્ણય લોકોના જીવનને સુધારવા માટે લીધો…”: ભાજપ સરકારના 9 વર્ષ પર પીએમ મોદીનું ટ્વિટ

આ પણ વાંચોઃ દિલ્હી ટીનેજર મર્ડર/ દિલ્હીની ટીનેજરની ક્રૂર હત્યા કરનારા બોયફ્રેન્ડને કોઈ પસ્તાવો નથી