કાર્યવાહી/ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને મોટી સફળતા, આયુર્વેદિક પીણાની ફેકટરી ઝડપી પાડી

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે, પોલીસે અમદાવાદ ખાતે થી ગેરકાયદેસર આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક પીણાની ફેકટરી ઝડપી પાડી હતી,

Gujarat Others
Untitled 64 દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને મોટી સફળતા, આયુર્વેદિક પીણાની ફેકટરી ઝડપી પાડી

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે, પોલીસે અમદાવાદ ખાતે થી ગેરકાયદેસર આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક પીણાની ફેકટરી ઝડપી પાડી હતી,  ફેક્ટરી માલિક સહિત 3 શખ્સોની અટકાયત કરીને રૂપિયા 21.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, સમગ્ર પ્રકરણમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

ખંભાળિયા શહેરમાંથી આશરે દસ દિવસ પૂર્વે પકડાયેલી આયુર્વેદિક સીરપની બોટલોમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાનું આશંકા સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસ બાદ આ પ્રકરણમાં અમદાવાદમાં એક શખ્સ દ્વારા ચાંગોદરમાં ઊભી કરવામાં આવેલી ફેક્ટરીમાં આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપની આડમાં ગેરકાયદેસર રીતે આલ્કોહોલયુક્ત પીણાનું ઉત્પાદન તેમજ વેચાણ થતું હોવાનું ખુલ્યું હતું ત્યારે આ સમગ્ર પ્રકરણ અંગેની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં ગત તારીખ 26 જુલાઈના રોજ પાર્ક કરાયેલ આઈસર ટ્રકમાં પોલીસે ચેકિંગ કરતા આ ટ્રકમાંથી સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત (કાલ મેઘસવા) નામની સીરપની 4,000 બોટલ મળી આવી હતી..

જે અંગે પોલીસને શંકા જતા રૂ. 5.96 લાખની સીરપ તથા ત્રણ લાખનો ટ્રક મળી કુલ રૂપિયા 8.96 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો અને આ સુનિયોજિત કાવતરું રચી, ખોટા દસ્તાવેજ ઉભા કરી આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક દવાની આડમાં ગેરકાયદેસર રીતે આલ્કોહોલયુક્ત પીણાનું વેચાણ કરવા મામલે આઈ.પી.સી. કલમ 120 (બી), પ્રોહી. એક્ટ સહિતની કલમો હેઠળ ખંભાળિયા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જો કે આ કેસમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરીને મુખ્ય સૂત્રધાર એવા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વતની અને હાલ અમદાવાદના વસ્ત્રાપુર માં રહેતા ભરત ચનાભાઈ નકુમ નામના સતવારા યુવાનની ધરપકડ કરી તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને સમગ્ર પ્રકરણની ઝીણવટભરી તપાસમાં આરોપી શખ્સ દ્વારા અમદાવાદના ચાંગોદર ખાતે પોતાના કબજાની ફેક્ટરીમાં આલ્કોહોલયુક્ત પીણું તૈયાર કરી, તેને (કાલ મેઘસવા) નામની દવાની આડમાં ઉત્પાદન તથા વેચાણ કરાતું હોવાનું ખુલ્યું હતું.

પોલીસે ફેક્ટરીની અંદરથી રૂપિયા 12.16 લાખનો 40 થી 50 જેટલી વિવિધ ચીજ વસ્તુઓનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને 840 લીટર જેટલો ઇથેનોલ (આલ્કોહોલ) નો જથ્થો મળી આવ્યો હતો ત્યારે આરોપીઓએ પોલીસ ને જણાવ્યા મુજબ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક પીણું તૈયાર કરવા માટે તેના દ્વારા ઇથેનોલ કેમિકલ (આલ્કોહોલ), સિટ્રિક એસિડ, સ્વીટનર, ફ્લેવર (ફ્રુટ બિયર)ને પાણીમાં ભેળવીને તૈયાર કરાતો હોવાનું અને તેના દ્વારા આ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપ

મશીન મારફતે બોટલિંગ કરી તેનું સૌરાષ્ટ્ર કચ્છ, અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રકારના બિલો બનાવી અને માર્કેટિંગ તથા વેચાણ કરવામાં આવતું હતું તેમજ સીરપના વેચાણ માટે ઉપયોગમાં લેવામાં આવતા બિલમાં જીએસટી નંબર પણ ખોટા હોવાનું સામે આવ્યું  હતું આ પ્રકરણમાં મુખ્ય આરોપી ભરત ચનાભાઈ નકુમ (રહે. વસ્ત્રાપુર, અમદાવાદ) સાથે ખંભાળિયામાં રહેતા વેપારી ચિરાગ લીલાધરભાઈ થોભાણી અને અમદાવાદના રમેશ ભોપાભાઈ ખરગીયા નામના શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

સમગ્ર મુદ્દે પોલીસે કુલ રૂપિયા 10,84,273 ની કિંમતની 7,273 બોટલ નશાયુક્ત પીણું, રૂપિયા 84 હજારની કિંમતનો 840 લિટર ઇથેનોલ કેમિકલ, રૂપિયા એક લાખની કિંમતનું 1,000 લીટર તૈયાર મિશ્રણ, રૂપિયા 74,760 ની કિંમતના અન્ય રો-મટીરીયલ તેમજ રૂ. 5.89 લાખની કિંમતના લેપટોપ, ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ સાથે રૂપિયા ત્રણ લાખની કિંમતનો આઈસર ટ્રક મળીને રૂપિયા 21,12,270 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી.

આ પણ વાંચો:જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ