Not Set/ INDvsENG: ટેસ્ટ સિરીઝ માટે ભારતની ઘોષણા, રિષભ પંતનો સમાવેશ, જાણો અન્ય નામ!

  બીસીસીઆઈ એ ભારતની ટેસ્ટ સીરીઝ ઈંગ્લેન્ડ ટુર માટે ટીમ ઈન્ડિયાના ફાઇનલ ટેસ્ટ પ્લેયરની જાહેરાત બહાર કરી છે. આપણે જણાવી દઈએ કે હાલમાં ફક્ત પ્રથમ ત્રણ ટેસ્ટ મેચ માટે ફાઇનલ ટીમની જાહેરાત કરવામાં આવી ચુકી છે. વિરાટ કોહલીની ટીમમાં રિશભ પંતની નવી પસંદગી કરવામાં આવી છે. ટીમના કેપ્ટાન વિરાટ કોહલી જ છે. વિરાટ સિવાય ટીમમાં […]

Sports
Pant INDvsENG: ટેસ્ટ સિરીઝ માટે ભારતની ઘોષણા, રિષભ પંતનો સમાવેશ, જાણો અન્ય નામ!

 

બીસીસીઆઈ એ ભારતની ટેસ્ટ સીરીઝ ઈંગ્લેન્ડ ટુર માટે ટીમ ઈન્ડિયાના ફાઇનલ ટેસ્ટ પ્લેયરની જાહેરાત બહાર કરી છે. આપણે જણાવી દઈએ કે હાલમાં ફક્ત પ્રથમ ત્રણ ટેસ્ટ મેચ માટે ફાઇનલ ટીમની જાહેરાત કરવામાં આવી ચુકી છે.
વિરાટ કોહલીની ટીમમાં રિશભ પંતની નવી પસંદગી કરવામાં આવી છે. ટીમના કેપ્ટાન વિરાટ કોહલી જ છે. વિરાટ સિવાય ટીમમાં શિખર ધવન, કે.એલ.રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પજારા, અજિંક્યા રહાણે, કરુણ નાયર, દિનેશ કાર્થિક, રિશભ પંત, આર અશ્વિન, રવિન્દ્ર જડેજા, કુલદીપ યાદવ, હાર્દિક પંડિયા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ ટીમમાં જે નવા નામ છે, તેમાં રિષભ પંત, કરૂણ નાયર, શાર્દુલ ઠાકુરના નામ નવા છે. જો કે ટેસ્ટ ટીમમાં ઘણા ચહેરાઓ દાવેદાર છે, જેમાં ઇંગ્લેન્ડ રમતમાં ભારતએ ટીમના ઘણા ખેલાડીઓ સામેલ છે. આમાં પૃથ્વી શૉ, મયંક અગ્રવાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ટીમમાં જસપ્રીત બૂમરાહના નામ પર સંદેહ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ અંતે તેમને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યા છે, પરંતુ તે ઈજાના કારણે પ્રથમ ટેસ્ટ મેચમાં ઉપલબ્ધ નહિ રહે. આઇરલૅન્ડ સામે પ્રથમ ટી-20 મેચમાં ફિલ્ડિંગ દરમિયાન બૂમરાહની ડાબો અંગુઠો ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેઓ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 અને તે પછી વનડે શ્રેણીથી બહાર રહયા હતા.
જસપ્રીત બૂમરાહ ટીમ ભારતની ડેથ ઓવર નિષ્ણાત છે. તાજેતરમાં તેમને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ સીરીઝમાં તેમણે સરસ પ્રદર્શન કર્યું હતું.

ટેસ્ટ ટીમના નિયમિત વિકેટકીપર-બેટ્સમેન વૃદ્ધિમાન સાહા સંપૂર્ણપણે ઈજા સાજા નથી થયા . જેથી તેમને ટીમમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. પંત ઉપરાંત, દિનેશ કાર્તિકના રૂપમાં બે વિકેટકીપરની પસંદગી કરવામાં આવી છે. રીધ્ધીમન સાહાની ઈજા બાદ, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં કાર્તિકે આઠ વર્ષ પછી ટેસ્ટ ટીમમાં વાપસી કરી છે.

ત્યાં જ, ભુવનેશ્વરને ત્રીજા વેન ડેમાં ઈજાગ્રસ્ત થયા હતા, તેથી તેને ટેસ્ટ ટીમમાં પસંદગી કરવામાં નથી આવી. તેઓની ફિટનેસ ટેસ્ટ પર પસંદગી કરવામાં આવશે. બીસીસીઆઇની વરિષ્ઠ પસંદગી સમિતિએ પણ કરૂણ નાયરને ટીમમાં રાખ્યા છે. રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા નથી.