Not Set/ પાંચમી વન-ડેમાં ભારતે મેળવી શાનદાર જીત, ૨૬ વર્ષનો દુકાળ થયો સમાપ્ત

પોર્ટ એલિઝાબેથ, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ ODI મેચની શ્રેણીની પાંચમી વન-ડેમાં વિરાટ બ્રિગેડે વિજય મેળવી ઈતિહાસ સર્જ્યો છે. પાંચમી વન-ડેમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને ૭૩ રને હરાવી ૨૬ વર્ષ બાદ આફ્રિકાની ધરતી પર પ્રથમવાર કોઈ વન-ડે સીરીઝ પોતાના નામે કરી છે. બીજી બાજુ ભારતે એકસાથે ૯ દ્વિપક્ષીય વન-ડે સીરીઝ જીતીને વર્લ્ડ […]

Sports
પાંચમી વન-ડેમાં ભારતે મેળવી શાનદાર જીત, ૨૬ વર્ષનો દુકાળ થયો સમાપ્ત

પોર્ટ એલિઝાબેથ,

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ ODI મેચની શ્રેણીની પાંચમી વન-ડેમાં વિરાટ બ્રિગેડે વિજય મેળવી ઈતિહાસ સર્જ્યો છે. પાંચમી વન-ડેમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને ૭૩ રને હરાવી ૨૬ વર્ષ બાદ આફ્રિકાની ધરતી પર પ્રથમવાર કોઈ વન-ડે સીરીઝ પોતાના નામે કરી છે. બીજી બાજુ ભારતે એકસાથે ૯ દ્વિપક્ષીય વન-ડે સીરીઝ જીતીને વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પાછળ છોડ્યું છે. આ વિજય સાથે જ ભારતે ૬ મેચની શ્રેણીમાં ૪-૧ની અજેય લીડ મેળવી લીધી છે.

પોર્ટ એલિઝાબેથ ખાતે રમાયેલી પાંચમી વન-ડેમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૨૭૪ રન ફટકાર્યા હતા. છેલ્લી ચાર વન-ડેમાં ફ્લોપ સાબિત થયેલા ઓપનર રોહિત શર્માએ જોરદાર વાપસી કરી હતી અને કેરિયરની ૧૭ સદી ફટકારી હતી. ૨૭૫ રનનો લક્ષ્યાંકને પીછો કરવા મેદાને ઉતરેલી આફ્રિકાન ટીમ માત્ર ૨૦૧ રનમાં સમેટાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ વધુ એકવાર ભારતની સ્પિન જોડી કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલ સામે બેકફૂટ પર જણાઈ હતી. આફ્રિકાન ટીમ તરફથી માત્ર હાશિમ અમલાએ સૌથી વધુ ૭૧ રન ફટકાર્યા હતા. ચાઈનામેન ગુગલી બોલર કુલદીપ યાદવે વધુ એકવાર તરખાટ મચાવતા ૪ વિકેટ ઝડપી હતી જયારે યજુવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડયાએ અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

બીજી બાજુ પાંચમી વન-ડે પોર્ટ એલિઝાબેથમાં રમાવાની છે ત્યારે આ ગ્રાઉન્ડનો રેકોર્ડ ભારતીય ટીમ માટે ખરાબ રહ્યો છે. અત્યારસુધી પોર્ટ એલિઝાબેથ ખાતે રમાયેલી પાંચ વન-ડેમાં ભારત એક પણ મેચ જીતી શક્યું ન હતું. ત્યારે આ મેચમાં વિજય મેળવીને ભારતે આં ગ્રાઉન્ડમાં વિજયનું ખાતું ખોલાવ્યું છે.