IPL/ રોમાંચક મેચમાં કોલકાતાએ દિલ્હીને ત્રણ વિકેટથી હરાવીને ફાઇનલમાં પહોચ્યું

દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 135 રનનો સ્કોર કર્યો છે. કોલકાતાએ 19.5 ઓવરમાં 7 વિકેટે 136 રનનો ટાર્ગે​​​​​​​ટ ચેઝ કર્યો હતો

Top Stories Sports
kplkata રોમાંચક મેચમાં કોલકાતાએ દિલ્હીને ત્રણ વિકેટથી હરાવીને ફાઇનલમાં પહોચ્યું

કોલકાતા નાઈટ રાઈડર્સે  (આઈપીએલ) ની 14 મી સીઝનની બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સને ત્રણ વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીએ શિખર ધવન અને શ્રેયસ અય્યરની શાનદાર ઇનિંગના આધારે કોલકાતા સામે જીત માટે 136 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે ઇઓન મોર્ગનની આગેવાનીવાળી ટીમે સાત વિકેટના નુકસાને હાંસલ કર્યો હતો. ટીમ માટે ઓપનર શુભમન ગિલે 46 રન બનાવ્યા હતા, જ્યારે વેંકટેશ અય્યરે 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ફાઇનલમાં ટાઇટલ માટે કોલકાતા 15 ઓક્ટોબરે ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ટકરાશે.

 

 

કોલકાતાના કેપ્ટન ઓઈન મોર્ગને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેવામાં પહેલા બેટિંગ દરમિયાન દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 135 રનનો સ્કોર કર્યો છે. કોલકાતાએ 19.5 ઓવરમાં 7 વિકેટે 136 રનનો ટાર્ગે​​​​​​​ટ ચેઝ કર્યો હતો. રાહુલ ત્રિપાઠીએ ભારે રસાકસી બાદ સિક્સ મારી KKRને મેચ જીતાડી હતી.

અશ્વિનની છેલ્લી ઓવર-

19.1 ઓવર: એક રન
19.2 ઓવર: કોઈ રન નહીં
19.3 ઓવર: શાકિબ અલ હસન આઉટ
19.4 ઓવર: સુનીલ નારાયણ આઉટ
19.5 ઓવર: રાહુલ ત્રિપાઠી એ સિકસર મારી