Israel Army Attack/ હમાસના ટોચના આંતકીઓને ખાતમો બોલાવતી ઇઝરાયેલની સેના

અલ ઘંડૌર અનેક આતંકી હુમલાઓમાં સામેલ હતો. તે હમાસના આર્ટિલરી યુનિટનો કમાન્ડર રહી ચૂક્યો છે. ઘંડૌરને 2017માં યુએસ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.

Top Stories India
મનીષ સોલંકી 82 હમાસના ટોચના આંતકીઓને ખાતમો બોલાવતી ઇઝરાયેલની સેના

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે હાલમાં યુદ્ધ વિરામની સ્થિતિ છે. ઇઝરાયેલ સેનાએ અલ-શિફા હોસ્પિટલ પર હુમલો કરી નીચે મોટી સુરંગ હોવાની જાણકારી આપી. આવી અનેક સુરંગ કાર્યરત છે જ્યાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું સેનાએ જણાવ્યું હતું. હમાસ પરના હુમલામાં યુદ્ધ વિરામ પહેલા ઇઝરાયેલ સેનાએ ટોચના આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે. સેનાએ હમાસ પર કરેલા હુમલામાં ઈઝરાયલ પર અનેક હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ માર્યો ગયો છે. હમાસે પણ માસ્ટરમાઈન્ડ માર્યો ગયો હોવાની પુષ્ટિ કરી.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ચાલુ છે. પરંતુ યુદ્ધવિરામ પહેલા ઈઝરાયેલે હમાસ પર હુમલા પર હુમલા કરી તબાહી મચાવી હતી. સેનાએ મોટું ઓપરેશન હાથ ધરીને હમાસના ટોચના કમાન્ડરોને મારી નાખ્યા છે. હમાસે રવિવારે પુષ્ટિ કરી હતી ઇઝરાયેલ સેનાએ કરેલ હુમલામાં તેમના પાંચ વરિષ્ઠ કમાન્ડરો માર્યા ગયા છે. હમાસના એક અધિકારીએ જણાવ્યું કે IDFએ તેના ઉત્તરી બ્રિગેડના કમાન્ડર અહેમદ અલ ગંદૂર અને તેના રોકેટ વિભાગના કમાન્ડર અયમાન સિયામની હત્યા કરી હતી.

ઇઝરાયેલની સેનાએ હમાસ પર આક્રમક બની હુમલાઓ તેજ કરતા યુએન સંઘ સહિત વિશ્વના કેટલાક દેશો તરફથી યુદ્ધ વિરામની માંગ ઉઠી હતી. જેના બાદ ચાર દિવસનું અસ્થાયી યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો. યુદ્ધ વિરામ દરમ્યાન કેદીઓ અને બંધકોની અદલા-બદલી કરવામાં આવશે. 150 ફિલીસ્તાની કેદીઓના બદલે 50 ઇઝરાયેલના બંધકોને મુક્ત કરવામાં આવે તેવી સંભાવના છે. ઇઝરાયેલ દ્વારા પ્રત્યેક 10 બંધકોની મુક્તિ બાદ એક દિવસ વધારવા પર સહમતિ સાથે આગળ વધારવામાં આવશે. સેનાના તેજ હુમલા આખરે હમાસ પણ ઝૂક્યું અને યુદ્ધ વિરામને સમર્થન આપ્યું. જો કે શુક્રવારે સવારે યુદ્ધવિરામ શરૂ થાય તે પહેલા જ સેનાએ ટોચના કમાન્ડરોને નિશાન બનાવતા મારી નાખ્યા હતા.

એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ માર્યા ગયેલા આ ટોચના કમાન્ડરોના મૃતદેહને સુરંગના ખંડેરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેનો અર્થ એ થાય છે કે IDFએ પહેલીવાર ટનલની અંદર આતંકવાદીઓને ખતમ કર્યા છે. અલ કાસિમ બ્રિગેડે કહ્યું કે ગંદૌર તેની સૈન્ય પરિષદનો સભ્ય અને ઉત્તરી કમાન્ડનો કમાન્ડર હતો. અલ ઘંડૌર ઓછામાં ઓછા 18 વર્ષથી તેમની પોસ્ટ પર હતા અને સંસ્થાના ટોચ પર એક મુખ્ય વ્યક્તિ હતા. તે ઇઝરાયલીઓ સામે અનેક આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર હતા.

અલ ઘંડૌર અનેક આતંકી હુમલાઓમાં સામેલ હતો. તે હમાસના આર્ટિલરી યુનિટનો કમાન્ડર રહી ચૂક્યો છે. ઘંડૌરને 2017માં યુએસ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. તેને આર્થિક પ્રતિબંધોની બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવ્યો હતો. 2009 અને 2014માં તેના પર બોમ્બ ફેંકવાના પ્રયાસો થયા હતા પરંતુ તે સમયે બચી ગયો હતો. પરંતુ ઇઝરાયેલની સેનાએ હુમલામાં કમાન્ડર ઘંડૌરની હત્યા કરી.