Not Set/ IND v/s ENG : બીજી વન-ડે મેચમાં ઇંગ્લેન્ડે ભારતને ૮૬ રને હરાવી શ્રેણી ૧-૧થી કરી સરભર

લંડન, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચની શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો છે. ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી મેચમાં જોઈ રૂટની શાનદાર સદીના સહારે યજમાન ઇંગ્લેન્ડ ટીમે ૮૬ રને વિજય મેળવ્યો હતો. આ સાથે જ  ૩ વન-ડે મેચની શ્રેણી ૧-૧થી સરભર થઇ છે. પ્રથમ બેટિંગ કરતા […]

Trending Sports
DiFbyGbWsAY47ub IND v/s ENG : બીજી વન-ડે મેચમાં ઇંગ્લેન્ડે ભારતને ૮૬ રને હરાવી શ્રેણી ૧-૧થી કરી સરભર

લંડન,

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચની શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો છે. ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી મેચમાં જોઈ રૂટની શાનદાર સદીના સહારે યજમાન ઇંગ્લેન્ડ ટીમે ૮૬ રને વિજય મેળવ્યો હતો. આ સાથે જ  ૩ વન-ડે મેચની શ્રેણી ૧-૧થી સરભર થઇ છે.

પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને ૩૨૨ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. ૩૨૩ રનના જવાબમાં ભારતીય ટીમ ૫૦ ઓવરમાં જ ૨૩૬ રન જ બનાવી શકી હતી અને ૮૬ રને પરાજય થયો હતો.

પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમેં મિડલ ઓર્ડર બેટ્સમેન જો રૂટની ૧૧૩ રનની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે ૩૨૨ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમની શરૂઆત સારી રહી હતી. ઓપનર જેશન રોય અને જૉની બેયરસ્ટોની જોડીએ માત્ર ૧૦.૨ ઓવરમાં ૬૯ રનની ભાગીદારી નોધાવી હતી.

જેશન રોયે ૪૦ રન અને બેયરસ્ટોએ ૩૮ રન ફટકાર્યા હતા. જો કે ત્યારબાદ કેપ્ટન ઇયાન મોર્ગને ૫૧ અને ડેવિડ વિલીએ ૫૦ રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે ૩ વિકેટ ઝડપી હતી, જયારે ઝડપી બોલર ઉમેશ યાદવ અને હાર્દિક પંડ્યાએ અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા ૩૨૩ રનના વિશાળ ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમ ૫૦ ઓવરમાં ૨૩૬ રન જ બનાવી શકી હતી. ભારત તરફથી સ્ફોટક ઓપનર બેટ્સમેન રોહિત શર્મા માત્ર ૧૫ રન જ બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો.

જો કે ત્યારબાદ શિખર ધવને ૪૦ રન, કેપ્ટન વિરાટ કોહલી ૪૫, સુરેશ રૈના ૪૬ અને એમ એસ ધોનીએ ૩૭ રન બનાવ્યા હતા, પરંતુ તેઓ પોતાની ઇનિંગ્સને મોટા સ્કોર ફેરવવામાં અસફળ રહ્યા હતા અને ભારતને ૮૬ રને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.  જયારે ઇંગ્લેન્ડ તરફથી ઝડપી બોલર લિયેમ પ્લકેટ્ટે સૌથી વધુ ૪ વિકેટ જયારે ડેવિડ વિલી અને આદિલ રશિદે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.