Not Set/ નિરવ મોદીની કંપનીમાંથી ઘરેણા ખરીદનાર ૫૦ થી વધુ લોકો ઇન્કમ ટેક્સની રડારમાં, થઇ શકે છે કાર્યવાહી

નવી દિલ્હી, પંજાબ નેશનલ બેન્કના 13,૪૦૦ કરોડ રૂપિયા ચાઉં કરીને ફરાર થયેલા કૌભાંડી નિરવ મોદીની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જો કે હવે ઇન્કમ ટેક્સ વિભાગના નજરમાં અમુક બીજા લોકો આવ્યા છે જેમાં ૫૦ થી વધારે રહીશોના નામ શામેલ છે. એમણે નિરવ મોદીની કંપનીમાંથી ખરીદેલા ઘરેણા અંગેની તપાસ છે. ઇન્કમ ટેક્સ વિભાવે અમુક લોકોને […]

India Trending
income નિરવ મોદીની કંપનીમાંથી ઘરેણા ખરીદનાર ૫૦ થી વધુ લોકો ઇન્કમ ટેક્સની રડારમાં, થઇ શકે છે કાર્યવાહી

નવી દિલ્હી,

પંજાબ નેશનલ બેન્કના 13,૪૦૦ કરોડ રૂપિયા ચાઉં કરીને ફરાર થયેલા કૌભાંડી નિરવ મોદીની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જો કે હવે ઇન્કમ ટેક્સ વિભાગના નજરમાં અમુક બીજા લોકો આવ્યા છે જેમાં ૫૦ થી વધારે રહીશોના નામ શામેલ છે. એમણે નિરવ મોદીની કંપનીમાંથી ખરીદેલા ઘરેણા અંગેની તપાસ છે.

ઇન્કમ ટેક્સ વિભાવે અમુક લોકોને નોટીસ મોકલી છે જેમાં એમણે આ ઘરેણા ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા એ વિષે પૂછ્યું છે અને એમના ટેક્સ રીટર્નની ફાઈલો ફ્રી પછી ખોલાવી છે. કંપનીના એકાઉન્ટ મુજબ, રોકડેથી અને કાર્ડ  / ચેક દ્વારા બીલની ચુકવણી થઇ છે. જેમાં આ ખરીદનારાઓએ અમુક નાણા રોકડે ચુક્યા અને અમુક ચેક કે કાર્ડથી ચૂકવ્યા છે.

ઓફિસરોના કહેવા અનુસાર, આ મામલો ટેક્સ ચોરીનો લાગે છે અને ઘણા લોકોને એમણે નોટીસ પણ ઠપકારી છે કે તમારા હિસાબો બતાવો. ત્યારે આ લોકોએ કહ્યું છે કે, અમે કોઈ પેમેન્ટ રોકડેથી કર્યું જ નથી જયારે નિરવ મોદીની કંપનીના હિસાબોમાં રોકડા નાણા બતાવે છે. એટલે નોટીસમાં આ ઘરેણા ખરીદનારા ઓને આ રૂપિયા ક્યાંથી આવ્યા એના વિષે ખુલાસો કરવા જણાવ્યું છે. આ ૫૦ લોકો નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫ ના વર્ષના ડેટામાંથી ઝડપાયા છે. આ રોકડા નાણા લાખોમાં ચૂકવાયા છે. કરચોરીનો મામલો હશે તો એના આધારે આ લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે.