અકસ્માત/ બિહારમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 9 લોકોના મોત,અનેક લોકો ઇજાગ્રસ્ત

ભબુઆમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 9 લોકોના મોત થયા છે.

Top Stories India
5 4 બિહારમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 9 લોકોના મોત,અનેક લોકો ઇજાગ્રસ્ત

બિહારથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભબુઆમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 9 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મોહનિયાના જીટી રોડ પર દેવકાલી ગામ પાસે સિક્સ લેનમાં સ્કોર્પિયોએ બાઇકને જોરથી ટક્કર મારી હતી. જે બાદ બંને વાહનો બેકાબુ થઈને બીજી લેનમાં પહોંચી ગયા હતા. જ્યાં પૂરપાટ ઝડપે આવતા ટ્રકે બંને વાહનોને કચડી નાખ્યા હતા. જેમાં 9 લોકોના મોતના અહેવાલ છે. આ ભયાનક અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. લોકો મદદ માટે દોડી આવ્યા હતા. જે બાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.

નોંધનીય છે કે બિહારમાં આ અક્સ્માત સર્જાતા આજુબાજુના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા, અફરાતફરી મચી જવા પામી હતી ,અકસ્માત એક લેનમાંથી બીજી લેનમાં આવતી ટ્રક સાથે ગમખ્વાર ત્રિપલ અખસ્માત થયો હતો. આ અકસ્માતની જાણ પોલીસને થતા ટીમના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું.જે લોકો ગંભીર ઇજાગ્રસ્ત હતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને જે લોકો મૃત્યુ પામ્યા છે તેની ઓળખ હાલ પોલીસ કરી રહી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે