Not Set/ સાવરકર અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે કોંગ્રેસ, શિવસેના સાથે સરકારમાં રહીને ડબલગેમ ના રમે – માયાવતી

શિવસેનાની સલાહ, વીર સાવરકરનું અપમાન ન કરો, માયાવતીએ કહ્યું – શિવસેના કોંગ્રેસના વલણને સહન કરતી નથી મહારાષ્ટ્રની ચૂંટણી બાદ સાવરકરનો મુદ્દો ફરી એકવાર ઉભો થયો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સાવરકર અંગેનું નિવેદન શિવસેનાને અકળાવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં, ગઠબંધનના ભાગીદાર શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે રાહુલ ગાંધીના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. સંજય રાઉતે રાહુલ ગાંધીને […]

Top Stories India
winter 1 સાવરકર અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે કોંગ્રેસ, શિવસેના સાથે સરકારમાં રહીને ડબલગેમ ના રમે – માયાવતી

શિવસેનાની સલાહ, વીર સાવરકરનું અપમાન ન કરો,

માયાવતીએ કહ્યું – શિવસેના કોંગ્રેસના વલણને સહન કરતી નથી

મહારાષ્ટ્રની ચૂંટણી બાદ સાવરકરનો મુદ્દો ફરી એકવાર ઉભો થયો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સાવરકર અંગેનું નિવેદન શિવસેનાને અકળાવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં, ગઠબંધનના ભાગીદાર શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે રાહુલ ગાંધીના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. સંજય રાઉતે રાહુલ ગાંધીને સાવરકર પર થોડું વાંચવાની સલાહ પણ આપી હતી. આ દરમિયાન બહુજન સમાજ પાર્ટી (બસપા) ના પ્રમુખ માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

માયાવતીએ રવિવારે ટવીટ કરીને કહ્યું કે, શિવસેના હજી પણ તેના મૂળ એજન્ડા પર છે, તેથી તેઓએ નાગરિકતા સુધારણા બિલ પર કેન્દ્ર સરકારને ટેકો આપ્યો હતો અને હવે તેઓ સાવરકર ઉપર પણ કોંગ્રેસના વલણ સહન નથી થી રહ્યા.  તે છતાય કોંગ્રેસ પાર્ટી હજી મહારાષ્ટ્ર સરકારમાં શિવસેનાની સાથે છે, તેથી આ બધું કોંગ્રેસનું ડબલ ગેમ કેરેક્ટર નથી, તો બીજું શું છે?

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે દિલ્હીમાં ભાજપ દ્વારા કરવામાં આવેલી માફીની માંગ પર કડક શાબ્દિક પ્રહાર કર્યો હતો. અને કહ્યું કે તેમનું નામ ‘રાહુલ સાવરકર’ નથી, તેમનું નામ રાહુલ ગાંધી છે અને તેઓ સત્ય બોલશે. માફી માંગશે નહીં તેમણે કહ્યું હતું કે ક્ષમા (વડા પ્રધાન) નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે આ દેશણી માંગવી જોઈએ. રાહુલ ગાંધી રામલીલા મેદાનમાં કોંગ્રેસ દ્વારા આયોજીત ‘સેવ ઇન્ડિયા રેલી’માં ઉપસ્થિત વિશાળ સભાને સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ગઈકાલે સંસદમાં ભાજપના લોકોએ કહ્યું હતું કે તમારે તમારા ભાષણ માટે માફી માંગવી જોઈએ. પણ તમને જણાવી દઇએ કે મારું નામ ‘રાહુલ સાવરકર’ નથી, મારું નામ ‘રાહુલ ગાંધી’ છે. હું મરી જઈશ, પણ હું મુદ્દે માફી નહિ જ માંગું. હું સાચું કહેવા માટે માફી ક્યારેય નહી જ માંગું.  કોંગ્રેસનો કોઈ પણ વ્યક્તિ માફી નહીં માંગે.

maywati tweet સાવરકર અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે કોંગ્રેસ, શિવસેના સાથે સરકારમાં રહીને ડબલગેમ ના રમે – માયાવતી

ઝારખંડમાં ચૂંટણી સભા દરમિયાન રાહુલ ગાંધીએ ‘ભારતમાં બળાત્કાર’ ટિપ્પણી કરી હતી, જેના પર શુક્રવારે સંસદમાં ભાજપના સભ્યોએ તેમને માફી માંગવા માટે કહ્યું હતું. રાહુલની ટિપ્પણીને લઈને સંસદમાં ભારે હોબાળો મચી ગયો હતો. શિવસેનાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. શિવસેનાએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના સાવરકર નું અપમાન ન કરવા સૂચના આપી છે. શિવસેના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે મરાઠીમાં ટ્વિટ કર્યું, “અમે પણ પંડિત નહેરુ, મહાત્મા ગાંધીનું સન્માન કરીએ છીએ  વીર સાવરકરનું અપમાન ન કરીએ. બુદ્ધિશાળી લોકોને વધારે કહેવાની જરૂર નથી.” બીજા એક ટ્વીટમાં તેમણે કહ્યું કે વીર સાવરકર માત્ર મહારાષ્ટ્ર માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આદરણીય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.