USA/ ટેકસાસની સ્કૂલમાં અમેરિકન વિધાર્થીએ ભારતના મૂળના સ્ટુડન્ટનું ગળું દબાવ્યું,જાણો પછી શું થયું…

અમેરિકાની એક સ્કૂલમાં ભારતીય અમેરિકન વિદ્યાર્થી સાથે ભેદભાવનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

Top Stories World
7 17 ટેકસાસની સ્કૂલમાં અમેરિકન વિધાર્થીએ ભારતના મૂળના સ્ટુડન્ટનું ગળું દબાવ્યું,જાણો પછી શું થયું...

અમેરિકાની એક સ્કૂલમાં ભારતીય અમેરિકન વિદ્યાર્થી સાથે ભેદભાવનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક અમેરિકન વિદ્યાર્થીએ ભારતીય મૂળના વિદ્યાર્થી પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે. તેણે લગભગ 4 મિનિટ સુધી તેનું ગળું દબાવી રાખ્યું. પરંતુ ભેદભાવ અહીં સમાપ્ત થતો નથી. વીડિયો વાયરલ થયા બાદ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી વધુ સવાલો ઉભા કરે છે. વાસ્તવમાં, ભારતીય વિદ્યાર્થીને 3 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, જ્યારે આરોપી અમેરિકન વિદ્યાર્થી માત્ર 1 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો

.

રિપોર્ટમાં કહેવાયું છે કે સોશિયલ મીડિયામાં અપલોડ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક શ્વેત વિદ્યાર્થી મેજ પર બેઠેલા એક ભારતીય મૂળના વિદ્યાર્થીની ગરદનને ઘણી વાર સુધી જકડી રાખે છે. વીડિયોમાં શ્વેત વિદ્યાર્થીએ ભારતીય મૂળના અમેરિકી વિદ્યાર્થીને પોતાની સીટ પરથી ઊભા થઈ જવા માટે કહ્યું. જ્યારે ભારતીય મૂળના વિદ્યાર્થીએ ના પાડી દીધી તો તેનું ગળું દબાવ્યું અને પછી જબરદસ્તીથી તેને સીટ પરથી હટાવ્યો.

વીડિયોમાં અન્ય વિદ્યાર્થીઓ હિંસા પર પ્રતિક્રિયા આપતા તો સાંભળી શકાય છે પરંતુ દુખની વાત એ હતી કે આ શ્વેત વિદ્યાર્થીને રોકવાનો કોઈએ પણ પ્રયત્ન કર્યો નહીં. વિદ્યાર્થીની માતા સોનિકા કુકરેજાએ કહ્યું કે તે ભયાનક હતું. હું ત્રણ રાત સુધી સૂઈ શકી નહીં. એવું લાગ્યું જાણે મારો દમ ઘૂંટાઈ રહ્યો છે. હું તે જોઈને અનેકવાર રડી. આમ છતાં શાળા મેનેજમેન્ટે તે શ્વેત વિદ્યાર્થી કે જેણે આવી દાદાગીરી કરી તેને માત્ર એક દિવસ માટે સસ્પેન્ડ કર્યો જ્યારે ભોગ બનનારા ભારતીય અમેરિકી વિદ્યાર્થીને ત્રણ દિવસ માટે શાળામાંથી સસ્પેન્ડ કરી નાખ્યો.