Not Set/ રાજ્યસભામાં સ્વર કોકિલા લતા મંગેશકરને આપવામાં આવી શ્રદ્વાંજલિ,વેંકૈયા નાયડુએ શોક સંદેશ વાંચ્યો

આજે છઠ્ઠા દિવસે લતા મંગેશકરને યાદ કરવામાં આવ્યા હતા. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થાય તે પહેલા રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ લતા મંગેશકર માટે શોક સંદેશ વાંચ્યો

Top Stories India
RAJYASHBHA રાજ્યસભામાં સ્વર કોકિલા લતા મંગેશકરને આપવામાં આવી શ્રદ્વાંજલિ,વેંકૈયા નાયડુએ શોક સંદેશ વાંચ્યો

સંસદના બજેટ સત્રના આજે છઠ્ઠા દિવસે લતા મંગેશકરને યાદ કરવામાં આવ્યા હતા. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થાય તે પહેલા રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ લતા મંગેશકર માટે શોક સંદેશ વાંચ્યો. આ પછી સંસદની કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી.રાજ્યસભામાં લતા મંગેશકરની યાદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ એક કલાક માટે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.

 

 

બંધારણ SC અને ST ઓર્ડર સુધારા બિલ 2022 આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર થયેલા હુમલા અંગે ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યસભામાં નિવેદન આપશે. કેર બોર્ડની ચૂંટણી માટેની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવશે. વડાપ્રધાન મોદી આજે આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી શકે છે. સામાન્ય બજેટ 2022-23 પર આજથી ચર્ચા શરૂ થશે.