America Visa/ કેનેડાના Visaનો ક્રેઝ છતાં હજી પણ ભારતીય સ્ટુડન્ટ્સમાં અમેરિકાની બોલબાલા

ભારતીય સ્ટુડન્ટ્સમાં કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જવાનો ક્રેઝ છે તેના વચ્ચે હજી પણ અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓની ટોચની પસંદગી રહી છે. જો વિશ્વાસ ન આવતો હોય તો છેલ્લા એક વર્ષમાં અમેરિકાએ જારી કરેલા સ્ટુડન્ટ વિઝાના આંકડા જ જોઈ લો.

Top Stories India
Visa

નવી દિલ્હીઃ ભારતીય સ્ટુડન્ટ્સમાં કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જવાનો ક્રેઝ છે તેના વચ્ચે હજી પણ અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓની ટોચની પસંદગી રહી છે. જો વિશ્વાસ ન આવતો હોય તો છેલ્લા એક વર્ષમાં અમેરિકાએ જારી કરેલા સ્ટુડન્ટ Visaના આંકડા જ જોઈ લો.

ભારતમાં આવેલા અમેરિકન રાજદૂતાવાસ અને કોન્સ્યુલેટે ઓક્ટોબર 2022થી 2023ની વચ્ચે લગભગ દોઢ લાખ ભારતીયો વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ Visa જારી કર્યા હતા. આ આંકડા બીજા બીજા કોઈએ નહીં અમેરિકાના વિદેશ મંત્રાલયે જારી કર્યા છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં અમારા દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સે લગભગ દોઢ લાખની નજીક વધુ વિદ્યાર્થીઓને Visa આપ્યા છે, આમ ભારત સ્થિત અમારા રાજદૂતાવાસ અને બ્રિટિશ કોન્સ્યુલેટ્સે વિક્રમ સર્જયો છે.

આ પણ વાંચોઃ Japan/ ખોદકામમાં મળ્યો મોટો ખજાનો, 1 લાખ પ્રાચીન સિક્કા જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023ના ફેડરલ નાણાકીય વર્ષ દરમિયાન વિદેશ વિભાગે વિશ્વસ્તરે એક કરોડથી વધુ નોન-ઇમિગ્રન્ટ Visa જારી કરીને રેકોર્ડ સર્જયો હતો. લગભગ 50 ટકા જેટલા અમેરિકન રાજદૂતાવાસ અને કોન્સ્યુલેટ્સ દ્વારા પહેલા કરતાં વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા પર નિર્ણય લેવામાં આવ્યો હતો.

અમેરિકન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકન દૂતાવાસે કારોબાર અને પ્રવાસન માટે લગભગ 80 લાખ વિઝિટર Visa જારી કર્યા હતા. Visaની આ સંખ્યા 2015 પછીના કોઈપણ નાણાકીય વર્ષ કરતાં વધારે છે. આમ કહીને બિડેનનું શાસન તે પુરવાર કરવા માંગે છે કે તે વિઝા આપવામાં ટ્રમ્પના શાસન કરતાં વધારે ઉદાર છે.

ટ્રમ્પનું શાસન એકબાજુએ દરેક પ્રકારના Visa અને ઇમિગ્રેશન પર પ્રતિબંધ મૂકવા માંગે છે, તેની સામે બિડેનનું શાસન વધુને વધુ ઉદાર અભિગમ અપનાવીને અમેરિકાને સર્વસમાવેશી બનાવવા માંગે છે. તેથી આગામી ચૂંટણી ટ્રમ્પના શ્વેત રાષ્ટ્રવાદ અને બિડેનના સર્વસમાવેશી અભિગમ વચ્ચેની ચૂંટણી હશે. તેથી જ બિડેન શાસન પણ હવે વધુને વધુ લોકોને વિઝા જારી કરવાના મૂડમાં છે.


આ પણ વાંચોઃ Israel Hamas War/ ભારતે યુએનજીએમાં યુદ્ધવિરામનું સ્વાગત કર્યું, બંધકોને બિનશરતી મુક્ત કરવાની અપીલ કરી

આ પણ વાંચોઃ Israel Hamas War/ ગાઝામાંથી 12 બંધકોને મુક્ત કર્યા અને ઈઝરાયેલે 30 કેદીઓને મુક્ત કર્યા,બેન્જામિન નેતન્યાહુએ ફરી એકવાર જાહેરાત

આ પણ વાંચોઃ Israel Hamas War/ હમાસ દ્વારા બંધક બનાવાયેલા અને માર્યા ગયેલા ઇઝરાયલીઓના સંબંધીઓ ઓસ્ટ્રેલિયન સંસદની મુલાકાતે