America, New Jersey/ ન્યુજર્સી પ્લેનફિલ્ડમાં ભાણેજે ગુજરાતી પરિવારની કરી હત્યા, ગુજરાતમાં રહેતો પરિવાર આઘાતમાં

અમેરિકાના New Jersey Plainfield ખાતે રહેતા ગુજરાતી પરિવારની ગોળી મારી હત્યા કરવામાં આવી. 72 વર્ષીય દિલીપ કુમાર સુરત-બિલીમોરામાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થતા અમેરિકા શિફ્ટ થયા હતા.

Top Stories NRI News Gujarat Breaking News
મનીષ સોલંકી 93 ન્યુજર્સી પ્લેનફિલ્ડમાં ભાણેજે ગુજરાતી પરિવારની કરી હત્યા, ગુજરાતમાં રહેતો પરિવાર આઘાતમાં

અમેરિકા: New Jersey Plainfieldમાં રહેતા ગુજરાતી પરિવારની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે. એક યુવકે 9 એમએમ પિસ્ટલથી ફાયરિંગ કરી ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોની ગોળી મારી હત્યા કરી. આ યુવક તેમના જ પરિવારની વ્યક્તિ છે. પ્લેનફિલ્ડમાં ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોની હત્યા થતા આણંદમાં રહેતો તેમનો પરિવાર પણ આઘાતમાં છે. પોલીસે હત્યાના ગુનામાં યુવકની ધરપકડ કરી.

ન્યુજર્સીમાં પ્લેનફિલ્ડમાં અનેક ગુજરાતી પરિવાર રહે છે. સોમવારે New Jersey Plainfieldમાં ગુજરાતી પરિવારના ત્રિપલ મર્ડર કેસની ઘટના બની. આ ઘટનામાં 72 વર્ષીય દિલીપકુમાર, તેમની પત્ની બિંદુ અને તેમના પુત્ર યશની તેમના સંબંધી યુવકે ગોળી મારી હત્યા કરી. 23 વર્ષીય ઓમબ્રમભટ્ટ નામનો યુવક તેમનો ભાણેજ છે. જે ન્યુજર્સીમાં બ્રહ્મભટ્ટ પરિવાર સાથે જ રહેતો હતો. ઓમબ્રહ્મભટ્ટ બે મહિના પહેલા જ દિલીપકુમારના પરિવાર સાથે ન્યુજર્સીમાં પ્લેનફિલ્ડ ખાતે રહેવા આવ્યો હતો. પ્લેનફિલ્ડમાં રહેતા 72 વર્ષીય દિલપીકુમાર બ્રહ્મભટ્ટ ગુજરાતના નિવૃત્ત પોલીસ અધિકારી છે. તેઓ સુરત અને બિલીમોરામાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી હતી. તેમનો પુત્ર યશ પ્લેનફિલ્ડમાં સ્થાયી થયો હોવાથી તેઓ નિવૃત્ત થયા બાદ તેઓ પત્ની બિંદુ પુત્ર યશ સાથે રહેવા ગયા હતા.

72 વર્ષીય દિલીપ કુમાર સુરત-બિલીમોરામાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થતા અમેરિકા શિફ્ટ થયા હતા. બે મહિના પહેલા જ તેઓ ભાણેજ ઓમ બ્રહ્મભટ્ટને લેવા ગુજરાત આવ્યા હતા. પરંતુ સગા ભાણેજે જે પરિવારે આશરો આપ્યો તે પરિવારના સભ્યોની હત્યા કરતા પ્લેનફિલ્ડના ગુજરાતી સમાજમાં પણ ચકચાર મચી છે. જ્યારે સુરત-આણંદમાં રહેતા બ્રહ્મભટ્ટ પરિવાર આ ઘટનાને પગલે આઘાતમાં છે.

પોલીસને સોમવારે કોપોલ્લા ડ્રાઈવ સાઉથ પ્લેનફિલ્ડમાં રહેતા ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોની હત્યા થયાની જાણ કરવામાં આવી. ત્રિપલ મર્ડર ઘટનાની પ્રાથમિક તપાસમાં પિસ્ટલથી ગોળી મારી હત્યા કરવામાં આવી હોવાની સામે આવ્યું. પોલીસે ત્રિપલ મર્ડર હત્યાનો ગુનો નોંધી ઓમ બ્રહ્મભટ્ટ નામના યુવકની ધરપકડ કરી. પોલીસ ઘટનાની વધુ તપાસ કરતા આ વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરશે. તેમજ ધરપકડ કરાયેલ આરોપીની પૂછપરછ કરી હત્યાના કારણો અંગે પણ માહિતી મેળવશે. નોંધનીય છે કે ભૂતકાળમાં આ વિસ્તારમાંથી ઘરેલુ હિંસાને લઈને અનેક વખત પોલીસને કોલ મળ્યા છે. પોલીસ તપાસમાં ઘરેલુ હિંસાના પાસાંની પણ તપાસ થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 ન્યુજર્સી પ્લેનફિલ્ડમાં ભાણેજે ગુજરાતી પરિવારની કરી હત્યા, ગુજરાતમાં રહેતો પરિવાર આઘાતમાં


આ પણ વાંચો : ડાકોર જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું

આ પણ વાંચો : Suhana Khan/ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન બની સિંગર, આ ફિલ્મના ગીતથી કરી સિંગિંગ ડેબ્યૂ

આ પણ વાંચો : તમારા માટે/ શિયાળામાં ડાયાબિટીસના દર્દીઓએ શું સાવચેતી રાખવી ?જાણો શિયાળામાં બ્લડ શુગર લેવલ કેમ વધે છે