Not Set/ 15 વર્ષની પુત્રીએ પિતાની કરી હત્યા, કારણ જાણશો તો ચોંકી ઉઠશો

બેંગલુરમાં 15 વર્ષની પુત્રીએ પોતાના સગા બાપની હત્યા કરી નાખી હતી. પિતાને પોતાના પ્રેમસબંધો ઉઘાડા પડતા પુત્રીએ તેના પિતાની હત્યા કરી હતી. સમગ્ર બેંગલોર શહેરમાં ચર્ચાસ્પદ બનેલી આ ઘટનામાં છોકરો અને છોકરી એક જ સ્કૂલમાં ભણતાં હતાં, અને બંને વચ્ચે પ્રેમસંબંધો હતા, જેની છોકરીના પિતાને ખબર પડી ગઈ હતી. સમાજમાં મોભાનું સ્થાન ધરાવતા પિતાએ આ […]

Top Stories India
aaaamm 21 15 વર્ષની પુત્રીએ પિતાની કરી હત્યા, કારણ જાણશો તો ચોંકી ઉઠશો

બેંગલુરમાં 15 વર્ષની પુત્રીએ પોતાના સગા બાપની હત્યા કરી નાખી હતી. પિતાને પોતાના પ્રેમસબંધો ઉઘાડા પડતા પુત્રીએ તેના પિતાની હત્યા કરી હતી.

સમગ્ર બેંગલોર શહેરમાં ચર્ચાસ્પદ બનેલી આ ઘટનામાં છોકરો અને છોકરી એક જ સ્કૂલમાં ભણતાં હતાં, અને બંને વચ્ચે પ્રેમસંબંધો હતા, જેની છોકરીના પિતાને ખબર પડી ગઈ હતી.

સમાજમાં મોભાનું સ્થાન ધરાવતા પિતાએ આ પ્રેમ સંબંધની જાણ થતાં દીકરી પર નિયંત્રણો મૂકી દીધા હતા.છોકરીના પિતા કાપડના વેપારી હતા.

Bengaluru girl held for killing father with lover’s help

છોકરીએ પોલીસને જણાવ્યું છે કે, તેના પિતાને પ્રેમસંબંધો અંગે ખબર પડી જતાં તેમણે તેને પટ્ટાથી ફટકારી હતી, અને તેનો મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો.

ત્રાસેલી પુત્રીએ પિતાના દૂધમાં ઉંઘની ગોળીઓ નાખી દીધી હતી અને તેના પ્રેમીને ફોન કરીને બોલાવ્યો હતો. ગોળીઓની અસર થઈ છે કે નહીં તે ચકાસવા છોકરીએ પિતાને ઉપરાછાપરી લાફા માર્યા હતા, અને પિતા બેભાન થઈ ગયા છે તેની ખાતરી થઈ ગયા બાદ બંનેએ ભેગા મળીને તેમને ચાકૂ મારી દીધું હતું.

છોકરી સાતમા ધોરણમાં અને તેનો પ્રેમી પરવીન દસમા ધોરણમાં હતો ત્યારે બંને એકબીજાના ક્લોઝ ફ્રેન્ડ હતાં, અને આગળ જતાં આ દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. તેઓ મોલમાં એકબીજાને મળતાં હતાં, અને ફોન પર આખો દિવસ વાતો કરતા હતા. પરવીને તેને મોબાઈલ પણ ગિફ્ટ કર્યો હતો.

છોકરીની માતાનું આ અંગે કહેવું છે કે, તેમની દીકરી નિર્દોષ છે.તેના.પ્રેમી પરવીનનું જ આ કારસ્તાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.