Not Set/ વૈશ્વિક મહામંદીનાં ઓળા એક વર્ષમાં જ દેખા દેશે, ચિંતાનાં વાદળો ઘેરાયા

આગામી 12 મહિનામાં 8 વર્ષની સૌથી મોટી મંદી જોવા મળી શકે છે. એક ક્વાર્ટર ગ્લોબલ ફન્ડ મેનેજર્સે આ વાત જણાવી છે. બેન્ક ઓફ અમેરિકા, મેરિલ લિંચના સર્વે મુજબ, એક વર્ષમાં 8 વર્ષોની સૌથી મોટી વૈશ્વિક મહામંદી આવી શકે છે. મેરિલ લિંચના સર્વે અનુસાર, 34 ટકા ફન્ડ મેનેજર્સનું માનવું છે કે આગામી એક વર્ષમાં આ મંદી […]

Business
Stock market investors lose N528bn in three days વૈશ્વિક મહામંદીનાં ઓળા એક વર્ષમાં જ દેખા દેશે, ચિંતાનાં વાદળો ઘેરાયા

આગામી 12 મહિનામાં 8 વર્ષની સૌથી મોટી મંદી જોવા મળી શકે છે. એક ક્વાર્ટર ગ્લોબલ ફન્ડ મેનેજર્સે આ વાત જણાવી છે. બેન્ક ઓફ અમેરિકા, મેરિલ લિંચના સર્વે મુજબ, એક વર્ષમાં 8 વર્ષોની સૌથી મોટી વૈશ્વિક મહામંદી આવી શકે છે. મેરિલ લિંચના સર્વે અનુસાર, 34 ટકા ફન્ડ મેનેજર્સનું માનવું છે કે આગામી એક વર્ષમાં આ મંદી જોવા મળી શકે છે. આ ઓક્ટોબર 2011 પછી વિશ્વ બજાર માટે સૌથી કઠીન સમય હશે.

1501091880 3786 1 વૈશ્વિક મહામંદીનાં ઓળા એક વર્ષમાં જ દેખા દેશે, ચિંતાનાં વાદળો ઘેરાયા

ભારતમાં પણ આ મંદીના ખુબ ઊંડા પ્રત્યાઘાતો જોવામાં આવે તેવી આ શંકા સેવાઇ રહી છે. ભારતમાં પણ હાલ અનેક બાબતોને લઇને GDPમાં ડાઉનફોલ જોવામાં આવી રહ્યો છે. સરકાર અને RBI દ્વારા પણ આ વર્ષનો વૃધ્ધિ અંક પહેલા 7% દર્શાવવામાં આવ્યો હતો, બાદમાં કરેક્શન સૂચવવામાં આવ્યું હતું. આપને જણાવી દઇએ કે દેશમાં 2008ની મંદીએ ભારે સંકટો ઉભા કર્યા હતા. ત્યારે ફરી પાછી વૈશ્વિક મંદીનાં ભણકારાથી ચિંતાનો માહોલ જોવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.