Not Set/ જો તમે આ કામ ન કર્યું તો SBIની આ સેવા થઈ જશે બંધ, વાંચો, શું છે કારણ ?

દિલ્હી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે બેંક તરફથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. SBIમાં તમારું એકાઉન્ટ છે અને તમે ઈન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરી રહ્યા છો તો, આ જાણકારી ખુબ મહત્વની છે. કારણકે, આગામી ૧ ડિસેમ્બરથી તમે ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા રૂપિયાની લેણદેણ કરી શકશો નહિ. શા માટે બંધ કરવામાં આવી છે આ સેવા ? એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, SBI દ્વારા આ […]

Top Stories Trending Business
sbibranch kwDE જો તમે આ કામ ન કર્યું તો SBIની આ સેવા થઈ જશે બંધ, વાંચો, શું છે કારણ ?

દિલ્હી,

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે બેંક તરફથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

SBIમાં તમારું એકાઉન્ટ છે અને તમે ઈન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરી રહ્યા છો તો, આ જાણકારી ખુબ મહત્વની છે. કારણકે, આગામી ૧ ડિસેમ્બરથી તમે ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા રૂપિયાની લેણદેણ કરી શકશો નહિ.

શા માટે બંધ કરવામાં આવી છે આ સેવા ?

એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, SBI દ્વારા આ પગલું RBIએ જાહેર કરેલા નિયમોના કારણે ઉઠાવવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, જો તમારું SBIમાં એકાઉન્ટ છે અને હજી સુધી તમે પોતાના મોબાઈલ નંબર બેંક સાથે રજીસ્ટર કર્યો નથી, તો ૧ ડિસેમ્બરથી તમારા માટે ઈન્ટરનેટ બેન્કિંગની સેવા બંધ થઇ જશે.

આ સેવાઓ પણ થશે બંધ :

૧. બંધ થશે ઈ-વોલેટ SBI Buddy

એસબીઆઈ દ્વારા પોતાના મોબાઈલ વોલેટ SBI Buddyને બંધ કરવામાં આવી શકે છે.

sbi દ્વારા આ સેવા બંધ થવાના કારણે અંદાજે ૧૨ મિલિયન યુઝર્સ પ્રભાવિત થઇ શકે છે.

૨. ડેબિટ કાર્ડ પણ થઇ જશે બંધ

 SBIના જણાવ્યા અનુસાર, તમામ મેગ્નેટિક સ્ટ્રાઈપ સાથેના ડેબિટ કાર્ડ ૩૧ ડિસેમ્બર પછી કામ કરવાનું બંધ કરી દેશે.

આ બાબતે બેંક દ્વારા પોતાના ગ્રાહકોને કહ્યું છે કે, તેઓ પોતાના જૂના ATMને વધારે સુરક્ષિત EMV ચિપવાળા કાર્ડ બદલાવી લેવા.