Not Set/ MACT : છ વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ લોકોને આપશે ૩.૦૭ કરોડનું વળતર

Motor accident claims tribunal એટલે કે એમએસીટીએ ૬ વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ લોકોના પરિવારને ૩ .૦૭ કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. નોઇડાથી કોટદ્વાર તરફ જઈ રહેલી સ્વીફ્ટ કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. એમએસીટીના ઉચ્ચ અધિકારી એમ કે નાગપાલે મરનાર ત્રણ લોકોના પરિવારને […]

Top Stories India Trending
accident 759 2 MACT : છ વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ લોકોને આપશે ૩.૦૭ કરોડનું વળતર

Motor accident claims tribunal એટલે કે એમએસીટીએ ૬ વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ લોકોના પરિવારને ૩ .૦૭ કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.

નોઇડાથી કોટદ્વાર તરફ જઈ રહેલી સ્વીફ્ટ કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા.

એમએસીટીના ઉચ્ચ અધિકારી એમ કે નાગપાલે મરનાર ત્રણ લોકોના પરિવારને ૩,૦૭,૨૭,૦૦૦ કરોડ રૂપિયાનું વળતર આપવાના આદેશ આપ્યા છે.

છ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશમાં બિજનૌર પાસે કાર અને ટ્રેક્ટરમાં આ ત્રણ લોકોના  મૃત્યુ થયા હતા. મૃતક ત્રણ લોકો કારમાં સવાર હતા.ન્યાયાધિકરણના કહેવા પ્રમાણે ખરાબ અને લાપરવાહીથી ગાડી ચલાવવાને લીધે આ અકસ્માત થયો હતો.

તમને જણાવી દઈએ કે ૨૯ ડીસેમ્બર ૨૦૧૨ના રોજ સંદીપ બલોડી, સતીશ કુમાર અને દીપક કુમાર બીજા અન્ય બે વ્યક્તિ સાથે મારુતિ સ્વીફ્ટ કારમાં નોઇડાથી કોટદ્વાર તરફ જઈ રહ્યા હતા.

આ દરમ્યાન વિરુદ્ધ દિશામાંથી આવેલું ટ્રેક્ટર તેમની ગાડી સાથે અથડાયું હતું જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા.

એમએસીટીએ મૃતકના પરિવારને ૬ વર્ષ પછી વળતર આપવાનું નક્કી કર્યું છે. જેમાં ૨૫ વર્ષીય સંદીપ બલોડીના પરિવારને ૧૦,૮૩,૦૦૦ રૂપિયા, ૩૦ વર્ષીય સતીશ કુમારને ૫૩,૬૫,૦૦૦ રૂપિયા અને ૩૩ વર્ષીય દીપકને ૨,૪૨,૭૯,૦૦૦ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.