સર્ચ/ GOOGLE પર ભૂલથી પણ આ 3 વસ્તુઓ સર્ચ ન કરતા નહીંતર પોલીસ જેલમાં નાંખી દેશે!

કેટલીકવાર ગૂગલ પરની માહિતી સાચી જોવા મળે છે તો ક્યારેક ખોટી. પરંતુ ઉલ્લેખનીય કે ગૂગલ પર કેટલીક એવી વસ્તુઓ છે, જેને સર્ચ કરવાથી તમને જેલ થઈ શકે છે

Top Stories Tech & Auto
7 8 GOOGLE પર ભૂલથી પણ આ 3 વસ્તુઓ સર્ચ ન કરતા નહીંતર પોલીસ જેલમાં નાંખી દેશે!

આપણા મનમાં જે પણ પ્રશ્ન આવે, અમે તેને તરત જ ગૂગલને પૂછીએ છીએ. બીમારીથી લઈને ફૂડ રેસિપી સુધી બધું જાણવા માટે લોકો ગૂગલનો ઉપયોગ કરે છે. Google પાસે તમામ પ્રકારના પ્રશ્નોના જવાબો છે. કેટલીકવાર ગૂગલ પરની માહિતી સાચી જોવા મળે છે તો ક્યારેક ખોટી. પરંતુ ઉલ્લેખનીય કે ગૂગલ પર કેટલીક એવી વસ્તુઓ છે, જેને સર્ચ કરવાથી તમને જેલ થઈ શકે છે. તેથી જ્યારે પણ તમે Google પર કોઈ વસ્તુ સર્ચ કરો ત્યારે ખૂબ જ ધ્યાનથી સર્ચ કરો. આજે અમે તમને એવા કન્ટેન્ટ વિશે જણાવી રહ્યા છીએ, જે ભૂલથી પણ Google પર સર્ચ ન કરો, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.પોલીસ તમારા ઘર આંગણેં આવીને તમને જેલ ભેગા કરી દેશે

બોમ્બ કેવી રીતે બનાવવો
ઘણીવાર લોકો ગૂગલ પર એવી વસ્તુઓ સર્ચ કરે છે, જેનો તેમને કોઈ અર્થ નથી હોતો. બોમ્બ કેવી રીતે બનાવવો વગેરે જેવી શંકાસ્પદ વસ્તુઓની શોધ કરશો નહીં. કારણ કે, આ ગતિવિધિઓ પર સાયબર સેલ દ્વારા નજર રાખવામાં આવે છે. આમ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. સુરક્ષા એજન્સીઓ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. જેમાં તમારે જેલ પણ જવું પડી શકે છે.

ચાઇલ્ડ પોર્ન
ભારત સરકાર ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લઈને ઘણી કડક છે. ગૂગલ પર ચાઈલ્ડ પોર્ન સર્ચ કરવું, જોવું કે શેર કરવું એ ગુનો છે. આને લગતા કાયદાનું ઉલ્લંઘન કરવા પર જેલ થઈ શકે છે.

ગર્ભપાત કેવી રીતે કરવો
ગૂગલ પર ગર્ભપાતની પદ્ધતિઓ શોધવી એ પણ ગુનાની શ્રેણીમાં આવે છે. તમે એવું બિલકુલ કરતા નથી. ભારતીય કાયદા મુજબ ડૉક્ટરની સલાહ લીધા વિના ગર્ભપાત કરાવી શકાતો નથી.