દિલ્હીના અલીપૂરમાં સ્થિત એક વેરહાઉસની દિવાલ શુક્રવારે ધરાશાયી થઈ હતી. કહેવમાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં 6 મજૂરોના મોત થયા છે. હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે વેરહાઉસમાં 20 થી 25 મજૂરો કામ કરી રહ્યા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે હજુ પણ ઘણા લોકોના દટાયેલા હોવાની આશંકા છે. પોલીસ પ્રશાસને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલ લોકોને સારવાર માટે રાજા હરીશ ચંદ્ર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફરિયાદ મળવા છતાં ડીએમ અને એસડીએમ ઓફિસ ગેરકાયદે ગોડાઉનનું નિર્માણ અટકાવી રહી નથી.
આ પણ વાંચો: વિચિત્ર સંયોગઃ ઝેલેન્સ્કી સાથે હાથ મિલાવનાર, ખુરશી ગુમાવે છે, શ્રીલંકાના ગોટાબાયા તેનું તાજું ઉદાહરણ
આ પણ વાંચો:દિલ્હીથી વડોદરા જઈ રહેલા ‘ઇન્ડિગો’ વિમાનનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ