Election commission/ રાજ્યમાં 6.89 લાખથી વધુ મતદારો વધ્યા

જે આજે 05 જાન્યુઆરીના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અનુસાર

Gujarat Gandhinagar Top Stories
મતદારો

Gandhinagar News: ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં તારીખ 27 ઑક્ટોબર થી 09 ડિસેમ્બર, 2023 સુધી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 યોજાયો હતો. બહાર પાડવામાં યાદી મુજબ રાજ્યમાં 6.89 લાખથી વધુ મતદારોનોની સંખ્યા વધી છે.

27 ઑક્ટોબર, 2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદીમાં 2,51,54,900 પુરૂષ; 2,36,03,382 સ્ત્રી અને 1,427 ટ્રાન્સજેન્ડર જાતિના મળી કુલ 4,87,59,709 મતદારો નોંધાયેલા હતા.

જે આજે 05 જાન્યુઆરીના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અનુસાર 2,54,69,723 પુરૂષ, 2,39,78,243 સ્ત્રી તથા 1,503 ત્રીજી જાતિ (ટ્રાન્સજેન્ડર)ના મળી 4,94,49,469 કુલ મતદારો નોંધાયેલા છે. એટલે કે 3.14 લાખ વધુ પુરૂષ મતદાતા, 3.74 લાખ વધુ સ્ત્રી મતદાતા, 54 ત્રીજી જાતિના મતદાતાનો વધારો થયેલો જોવા મળ્યો છે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન સમગ્ર ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી કામગીરીની આખરી મતદાર યાદીમાં તા.01 જાન્યુઆરી, 2024ના રોજ મતદાન કરવાને લાયક મતદારો 3,14,735 પુરૂષ, 3,74,971 લાખ સ્ત્રી તથા 54 ત્રીજી જાતિના મળી કુલ 6,89,760 મતદારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત અવસાન પામેલા 1,53,958 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. જ્યારે 4,60,153 મતદારોની વિગતોમાં સુધારા કરવામાં આવ્યા છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:hijacked ship/અરબી સમુદ્રમાં જહાજનું અપહરણ, ભારતીય નૌકાદળે INS મોકલી કરી મદદ

આ પણ વાંચો:NAGPUR/પ્રથમ વખત આ રાજદ્વારીઓએ RSS હેડક્વાર્ટરની લીધી મુલાકાત! જાણો કેમ…

Naya Yatra
આ પણ વાંચો:#ISROMissions/ઈસરોને મળી મોટી સફળતા, ફ્યુઅલ સેલ ટેક્નોલોજીનું સફળ પરીક્ષણ, જાણો શા માટે તે મહત્વનું છે